- કોરોડો રૂપિયાના ખર્ચે પાણીની યોજના કાર્યરત છતા પાણીના વાંધા
- નવસારીમાં મુકવામાં આવ્યો પાણીનો કાપ
- શહેરીજનોને દિવસમાં એક જ વાર મળશે પાણી
નવસારી:વિજલપોર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની યોજના કાર્યરત છે. જેમાં ખાસ કરીને જુના નવસારી શહેરની પાણી યોજના નહેર આધારિત છે. નવસારી પાલિકા નહેરના રોટેશન પ્રમાણે દૂધિયા તળાવમાં પાણી ભરી, તેને ફિલ્ટરેશન પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરીને, શહેરીજનોના ઘર સુધી પાણી પહોંચાડે છે. પરંતુ નહેર આધારિત યોજના હોવાને કારણે જ્યારે નહેરનું રોટેશન લાંબા સમય માટે બંધ થાય, ત્યારે શહેરીજનોને પાણી સમસ્યા વેઠવી પડે છે.
પાણી કાપ
ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠા નહેરનું રોટસશન ટેકનીકલ ખામીને કારણે બંધ થયું છે. જેના કારણે નવસારી-વિજલપોર પાલિકાને પાણી મળતુ બંધ થયું છે તેના કારણે દૂધિયા તળાવમાં પાણીનું જળ સ્તર ઘટીને 2 મીટર પર પહોંચી ગયું છે. જેથી નવસારીજનોને પાણીકાપનો સામનો કરવો પડી રહ્યો છે.