ગુજરાત

gujarat

ETV Bharat / state

ચીખલીના 68 ગામમાં 5 મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન - ચીખલી ટીડીઓ

હવે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. નવસારી જિલ્લામાં પણ આજ સ્થિતિ છે, જેના કારણે ચીખલી તાલુકાના 68 ગામમાં સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચીખલીના TDO અને આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ચીખલીના 68 ગામમાં 5 મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન
ચીખલીના 68 ગામમાં 5 મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન

By

Published : Apr 28, 2021, 4:56 PM IST

  • નવસારીના ચીખલી તાલુકામાં 5 મે સુધી લૉકડાઉન
  • ચીખલીના TDO અને આગેવાનોએ કર્યો નિર્ણય
  • લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે


નવસારીઃ રાજ્યમાં કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિથી બચવા માટે અનેક જિલ્લાઓ સ્વૈચ્છિક લૉકડાઉનનો અભિગમ અપનાવી રહ્યા છે. તેવામાં હવે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં 5 મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. અહીં ચીખલીના TDO અને આગેવાનોએ એક બેઠક યોજી હતી, જેમાં 5 મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે.

ચીખલીના 68 ગામમાં 5 મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન

આ પણ વાંચોઃવાંસદા તાલુકો વધુ 4 દિવસ, રવિવાર સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ

વાંસદા બાદ હવે ચીખલીમાં સ્વૈચ્છિક લૉકડાઉન

જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતા હવે જિલ્લાના એક પછી એક તાલુકાઓ સ્વૈચ્છિક લૉકડાઉન કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં વાંસદા તાલુકા બાદ જિલ્લાના બીજા સૌથી મોટા તાલુકા ચીખલીને પણ બુધવારથી 5 મે સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન કરી દેવામાં આવ્યો છે.

ચીખલીના TDO અને આગેવાનોએ કર્યો નિર્ણય

આ પણ વાંચોઃબાલાસિનોરમાં કોરોનાની ચેઈન તોડવા ફરીથી 5 દિવસનું લોકડાઉન

વેપારીઓ બજાર સજ્જડ બંધ રાખી કોરોનાની ચેઈન તોડશે

તાલુકા વિકાસ અધિકારી અને ચીખલીના વેપારી મંડળો તથા આગેવાનો વચ્ચે થયેલી બેઠક બાદ સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય કરાયો હતો. ચીખલી તાલુકાના 68 ગામે આ નિર્ણયને સમર્થન આપ્યું છે. વેપારીઓએ દુકાનો અને બજારોને સજ્જડ બંધ રાખી કોરોનાની સાંકળ તોડવાના પ્રયાસને સફળ બનાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details