ગુજરાત પોલીસ જવાનોના ટિક્ટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની ઘટનામાં પોલીસ જવાનો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ નવસારીમાં ટ્રાફિક ડ્યુટી કરી રહેલા પોલીસ જવાનનો વીડિયો પણ વાયરલ થયો છે.
ટિકટોકની ટીકા વચ્ચે ધોધમાર વરસાદમાં ટ્રાફિક ડ્યુટી કરી રહેલ પોલીસ જવાન... - Gujarat
નવસારીઃ ટ્રાફિક ડ્યુટી કરી રહેલા એક પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયો છે. આ પોલીસ જવાનનો વીડિયો ટીકટોકને લઇને નહીં પરંતુ, મુશળધાર વરસી રહેલા વરસાદ વચ્ચે ટ્રાફિકમાં અટકી જતી એમ્બ્યુલન્સ માટે ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યો હતો તે સમયનો વીડિયો વાયરલ થયો છે.

nvs
મળતી માહિતી પ્રમાણે નવસારીના સ્વામી વિવેકાનંદ રોડ ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ થયો હતો. આ ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ પણ અટકી હતી. જેને આ ટ્રાફિકના જવાને વાહનો ક્લીયર કરાવી અને આગળ ધપાવી હતી. ત્યારે આ સમગ્ર વીડિયોને લઇને પોલીસ જવાનની સરાહનીય કામગીરી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
નવસારીમાં ટ્રાફિક ડ્યુટી કરી રહેલા પોલીસ જવાનનો વીડિયો થયો વાયરલ
Last Updated : Jul 28, 2019, 7:13 AM IST