ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના વાંસદામાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો - નવસારીના તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતમાં ગત થોડા દિવસોથી લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. જેની સાથે આજે શુક્રવારે વહેલી સવારેથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો અને વલસાડ તેમજ ડાંગ જિલ્લામાં માવઠું થયા બાદ નવસારીના પહાડી વિસ્તાર વાંસદામાં પણ અચાનક વાદળ ઘેરાવા સાથે ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થયું હતુ.

કમોસમી વરસાદ
કમોસમી વરસાદ

By

Published : Jan 8, 2021, 5:47 PM IST

  • વાંસદામાં ધોધમાર વરસાદ
  • વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
  • શાકભાજી અને કઠોળ પાકોમાં રોગ-જિવાત પડવાની સંભાવના

નવસારી: દક્ષિણ ગુજરાતમાં ગત થોડા દિવસોથી લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. જેની સાથે આજે શુક્રવારે વહેલી સવારેથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો અને વલસાડ તેમજ ડાંગ જિલ્લામાં માવઠું થયા બાદ નવસારીના પહાડી વિસ્તાર વાંસદામાં પણ અચાનક વાદળ ઘેરાવા સાથે ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થયું હતુ. પડેલા આ કમોસમી વરસાદને કારણે શાકભાજી અને કઠોળ પાકોમાં રોગ-જીવાત થવાની સંભાવના વધતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ખેડૂતોની ચિંતામાં વધારો

તાપમાનનો પારો વધવા સાથે વાતાવરણમાં પલ્ટો

ઉત્તર ભારતમાં બદલાયેલા વાતાવરણની અસરને કારણે નવસારીમાં ઠંડીનો પારો 8 ડિગ્રી નજીક પહોંચ્યો હતો. જો કે, ત્યારબાદ સતત તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે અને આજે શુક્રવારે તાપમાન 17 ડિગ્રીએ પહોંચ્યુ છે. લઘુત્તમ તાપમાનમાં વધારા સાથે જ બે દિવસોથી વાદળીયા વાતાવરણે ઠંડીનો એહસાસ કરાવ્યો હતો. જેમાં 2 દિવસોથી દક્ષિણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને ડાંગ જિલ્લામાં ગુરૂવારે દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો, ત્યારે આજે શુક્રવારે સવારે વલસાડમાં ધોધમાર વરસાદ વરસતા નવસારીમાં પણ વાદળો ઘેરાયા હતા. નવસારીના પહાડી વિસ્તાર એવા વાંસદામાં પણ બપોરના સમયે ધોધમાર વરસાદ પડતા નાસભાગ મચી હતી, જયારે કમોસમી વરસાદને લીધે શાકભાજી, પાંદળાવાળા શાકભાજી, કઠોળ, શેરડી, ફૂલ જેવા પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને શાકભાજી અને કઠોળમાં રોગ અને જીવાત થવાની સંભાવના વધી છે.

ABOUT THE AUTHOR

...view details