નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની શાળાઓની બેહનો દર વર્ષે દેશની સુરક્ષા કરનાર સૈનિકો માટે સુરક્ષા કવચ મોકલે છે. જેવી રીતે રક્ષાબંધનના દિને બેહેન પોતાના ભાઈને રાખડીઓ બાંધીને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થનાઓ કરતી હોય છે, તેવી રીતે દેશના જવાન ભાઈઓની ચિંતા કરીને દેશ પ્રેમ પણ બતાવ્યો છે. પરંતુ આ વર્ષે બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શાળા કોલેજની વિદ્યાર્થીનીઓએ અનોખી રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા પોતાના હાથે બનાવેલી રાખડી NDRFના જવાનોને રાખડી બાંધી કર્યો હતો.
નવસારીમાં અનોખી રીતે ઉજવાયું રક્ષાબંધન, બેહનોએ પોતાના હાથે બનાવેલ રાખડી જવાનોને બાંધી - navsari
નવસારી: દેશની રક્ષા કાજે પોતાના જીવની પણ આહુતિ આપવા તૈયાર હોઈ એવા દેશના સૈનિકોની રક્ષા માટે નવસારીના બીલીમોરા શહેરની વિદ્યાર્થીની બહેનોએ અનોખી રીતે NDRFના જવાનોને રાખડી બાંધીને જવાનો પ્રત્યેનો અનોખો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં મેઘ મહેર વચ્ચે ભારે વરસાદે નવસારી જિલ્લાને ધમરોળી નાખ્યું છે. ત્યારે જિલ્લાની અંબિકા-કાવેરીએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતા બને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય હતી. જેને લઇ 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બનતા તંત્ર દ્વારા NDRFની મદદ લેવાઈ હતી. જેમાં 5000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવા NDRFની મહત્વની ભૂમિકા રહી હતી.
જેનાથી પ્રેરાઈને બીલીમોરા શહેરની બહેનોએ પોતાના હાથે બનાવેલી રક્ષાપોથી બાંધી આ રક્ષકોનું રક્ષણ ઈશ્વર કરે એવી પ્રાર્થના કરી હતી. પૂરની પરિસ્થિતિઓમાં લોકો માટે સંકટ મોચન બની આવતી NDRFની ટીમ સાથે બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શાળા કોલેજની વિદ્યાર્થીનીઓએ અનોખી રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જીવનું એક પ્રેરણાદાયી સંદેશો સાથે દેશવાસીઓ દરેક તહેવારમાં જવાનોને યાદ કરવાની પ્રેરણા વિદ્યાર્થીનીઓ આપી હતી.