ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંસદાની પ્રતાપ હાઈસ્કૂલની બે વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ - Corona News

નવસારીમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોઝિટિવ આવી રહ્યાં છે, ત્યારે આજે મંગળવારે વાંસદાની શ્રી પ્રતાપ હાઈસ્કૂલની ધોરણ 12 અને 7ની બે વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ આવતા શાળામાં દોડધામ મચી હતી.

Navsari news
Navsari news

By

Published : Mar 23, 2021, 9:46 AM IST

  • વિદ્યાર્થીનીઓના પિતા કોરોના સંક્રમિત થતા કરાવાયો કોરોના ટેસ્ટ
  • શાળાના 54 વિદ્યાર્થીઓ સહિત બે શિક્ષકોના કોરોના ટેસ્ટ કરાયા
  • વિદ્યાર્થીનીઓ સહિત તેમના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓની પરીક્ષા પાછળ ઠેલાઈ

નવસારી: જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોઝિટિવ આવી રહ્યાં છે, ત્યારે આજે મંગળવારે વાંસદાની શ્રી પ્રતાપ હાઈસ્કૂલની ધોરણ 12 અને 7ની બે વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ આવતા શાળામાં દોડધામ મચી હતી. જેથી વિદ્યાર્થીનીઓના સંપર્કમાં આવેલા 54 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના પણ કોટેજ હોસ્પિટલમાં કરાયેલા રેપીડ ટેસ્ટ નેગેટિવ આવતા શાળા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનિય છે કે બંને વિદ્યાર્થીનીઓ સગી બહેનો છે અને તેમના પિતા કોરોના સંક્રમિત થતા, બંને વિદ્યાર્થીનીઓ પોઝિટિવ આવી છે.

વાંસદાની પ્રતાપ હાઈસ્કૂલની બે વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ

આ પણ વાંચો :નવસારીમાં શાળા બાદ બીએડ કોલેજના 2 પ્રાધ્યાપકો કોરોના પોઝિટિવ

શાળામાં પરીક્ષાઓ ચાલતી હોવાથી શાળાને સેનિટાઇઝ્ડ કરાઈ

જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં એક પછી એક વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. ગણદેવી, વાંસદા અને નવસારીની શાળા, કોલેજોના શિક્ષક, વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ આજે ફરી વાંસદા ટાઉનમાં આવેલી શ્રી પ્રતાપ હાઈસ્કૂલમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં ધોરણ 12 અને ધોરણ 7માં ભણતી બે સગી બહેનોના પિતા કોરોના પોઝિટિવ આવતા શાળાએ આજે વાંસદા કોટેજ હોસ્પિટલમાં બંને વિદ્યાર્થીનીઓ ટેસ્ટ કરાવતા, બંને બહેનો પણ પોઝિટિવ આવી હતી. જેથી શાળામાં બંને વિદ્યાર્થીનીઓના સંપર્કમાં આવેલા તેમના બ્લોકના 54 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના પણ રેપીડ ટેસ્ટ કરાવાયા હતા. જે તમામ નેગેટીવ આવ્યા હતા. આ સાથે જ સમગ્ર શાળાને સેનિટાઇઝ્ડ કરવાની સાથે વિદ્યાર્થોનીઓ જે વર્ગોમાં હતી, એને 14 દિવસો માટે સીલ કરાયા છે.

પ્રતાપ હાઈસ્કૂલ

આ પણ વાંચો :રાજકોટમાં કોરોના કહેર: એક સાથે 25 પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું

ABOUT THE AUTHOR

...view details