- ધોરણ 11 અને 12ના બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં
- ગાંધીઘરને 14 દિવસ માટે બંધ કરવામાં આવ્યું
- શાળામાં રહીને ભણતાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ઘરે મોકલી અપાયાં
- કોરોના સંક્રમણને લઈ સમગ્ર શાળા પરિસરને સેનિટાઇઝ કરાયું
નવસારીઃ જિલ્લાના ગણદેવી તાલુકાના કાછોલી ગામે આવેલી અને ગાંધી વિચાર આધારિત ચાલતી ગાંધીઘર મુકબધિર શાળામાં રહીને ભણતાં વિદ્યાર્થીઓમાંથી કેટલાકને થોડા દિવસોથી બદલાતા વાતાવરણની અસર જોવા મળી હતી. વિદ્યાર્થીઓને સિઝનલ શરદી ખાંસીની ફરિયાદ જણાતાં શાળા દ્વારા આરોગ્ય તપાસ કરાવાઇ હતી.
વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા શાળામાં દોડધામ મચી શાળાએ જિલ્લા શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગને જાણ કરી
આ તપાસમાં મૂળ ડાંગ જિલ્લાના અને શાળામાં જ રહીને ધોરણ 11 અને 12માં ભણતા બે વિદ્યાર્થીઓને કોરોનાના લક્ષણો જણાતા તેમનો રેપિડ ટેસ્ટ કરાવાયો, જે નેગેટિવ આવ્યો હતો. બાદમાં શાળાએ સતર્કતા દાખવી RT-PCR ટેસ્ટ કરાવતા બન્ને વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જેથી શાળાએ જિલ્લા શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આ સાથે જ શાળાને 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. જ્યારે શાળામાં રહીને ભણતાં ધોરણ 6થી 8ના બાળકોને પણ તેમના ઘરે મોકલી આપવામાં આવ્યાં છે. બીજી તરફ શાળાના તમામ વર્ગો, હોસ્ટેલના રૂમો તેમજ શાળા પરિસરને સેનિટાઇઝ કરી તકેદારીના પગલાં લેવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 515 નવા કેસ નોંધાયા