શાળાના બે વિદ્યાર્થીઓને લાગ્યો કરંટ નવસારી:દેવીના પાક વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ભણતા બે વિદ્યાર્થીઓને કરંટ લાગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલ 65 ટકા અને 35 ટકા જેટલા દાઝેલા વિદ્યાર્થીને એકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યો છે. જ્યારે એકને પારસી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના:નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાની બાજુમાં ઓડિટોરિયમ બનાવવા માટે સરકારી પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. જેમાં ઇજારદાર દ્વારા કામના સ્થળે બાંધકામ માટેની રેતીનો 18થી 20 ફૂટ ઊંચો ઢગ કરવામાં આવ્યો હતો અને ચારે તરફ કમ્પાઉન્ડ કર્યું નહોતું. જેના કારણે શાળાના વિદ્યાર્થીઓ જમવાની રિસેસ દરમિયાન નિર્માણધીન એડીટોરિયમના કમ્પાઉન્ડમાં ઢગલા કરવામાં આવેલી રેતી પર રમવા માટે ચડ્યા હતા. જે અંદાજિત 18થી 20 ફૂટ ઊંચી હતી અને ઉપરથી હાઈટ ટેન્શન લાઈન પસાર થતી હોય જે બાળકોને માટે ઘાતક સાબિત થઈ હતી.
કોન્ટ્રાક્ટરની બેદરકારી: કોઈ કારણોસર બાળકો આ હાઈટેન્શન લાઈનને અડી જતા તેઓને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેઓને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાળકોના વાલીઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પાસે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમમાં કોન્ટ્રાક્ટરની ગુનાહિત બેદરકારી દાખવવાના કારણે સમગ્ર ઘટનાક્રમ ઘટ્યો હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતા ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
" ઘટનાની જાણ થતા અમે તાત્કાલિક અહીં આવ્યા છે જ્યાં બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં બાળકોની સારવાર માં કોઈ કચાસ છોડવામાં આવશે નહીં તો બીજી તરફ આ બાબતે જે કોઈપણ જવાબદાર હશે તેની તપાસ કર્યા બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે." - જિગીષ શાહ, પ્રમુખ નવસારી વિજલપોર નગરપાલિકા
" બાળકો રિસેસ દરમિયાન શાળાની બહાર નીકળ્યા હતા જ્યાં રમત દરમિયાન તેઓને કરંટ લાગ્યા ની જાણકારી અમને મળી હતી જેથી અમે તાત્કાલિક અહીં શાળાએ પહોંચી બાળકોને હોસ્પિટલ અર્થે ખસેડયા છે જ્યાં બાળકોની હાલ સ્થિતિ સ્થિર છે પરંતુ તંત્ર પાસે અમારી અપેક્ષા છે કે અમારા બાળકોને યોગ્ય સારવાર આપવામાં આવે." - બાળકોના વાલી
- અગાસી પર રેસ્ટોરન્ટનું બોર્ડ લગાવવા જતા 3 કર્મચારીઓને કરંટ લાગ્યો, તમામના ઘટનાસ્થળે મોત
- વલસાડઃ પારડીના ડુમલાવ ગામે પિતા-પુત્રીને વીજ કરંટ લાગતાં પિતાનું મોત