- દાંડી ખાતે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરાઈ
- રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ રહ્યા હાજર
- પ્રસિદ્ધ પાર્શ્વ ગાયિકા અનુરાધા પૌડવાલ દ્વારા ગાંધી ભજનોની હેલી
નવસારી : ભારતની આઝાદીમાં મહત્વપૂર્ણ સાબિત થયેલા મીઠાના સત્યાગ્રહ સ્મારક ( Salt Satyagraha Memorial)ખાતે મહાત્મા ગાંધીજીની 152મી જન્મ જયંતી (Gandhi Birth Anniversary )નિમિત્તે પ્રસિદ્ધ પાર્શ્વ ગાયિકા અનુરાધા પૌડવાલ (Singer Anuradha Paudwal) દ્વારા સુરીલા ગાંધી ભજનો દ્વારા મહાત્માને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પૂર્વે રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ (Food and Supplies Minister Naresh Patel) દ્વારા રાષ્ટ્રીય સ્વચ્છતા મિશન કાર્યક્રમનો આરંભ કરાવવામાં આવ્યો હતો.
ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ
ભારતની આઝાદીમાં અમદાવાદના સાબરમતીથી નવસારીના દાંડી સુધી 241 માઇલની દાંડીકૂચ મહત્વનો ભાગ ભજવી ગઈ હતી. મહાત્મા ગાંધીજી દ્વારા નવસારીના દાંડીના દરિયા કિનારાથી ઉપાડેલા ચપટી મીઠાથી અંગ્રેજોના શાસનમાં લૂણો લગાડ્યો અને 17 વર્ષ બાદ ભારતની આઝાદીનો સુરજ ઉગ્યો હતો. જેને આજે 75 વર્ષ થયા છે અને ભારત સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે, ત્યારે આજે શનિવારે મહાત્મા ગાંધીજીની 152 મી જન્મ જયંતીના અવસરે નવસારીના ઐતિહાસિક દાંડી સ્થિત મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે બાપુને તેમના પ્રિય ભજનો થકી સુરીલી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન રહ્યા હાજર