ગુજરાત

gujarat

ETV Bharat / state

આદિવાસી સમાજે પોતાના હક અધિકાર માટે કલેકટરને આવેદન પત્ર આપ્યું

વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે, આજે નવસારી જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં, વિવિધ હક અધિકાર માટે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે.ગુુજરાતના આદિવાસીઓ ૧૪ માં “વિશ્વ આદીવાસી અધિકાર” દિવસે પોતાના વિશેસ અધિકારોની માંગ બુલંદ કરવા સરકાર સામે રણસિંગુ ફૂંકયું હતું.vishwa adivasi Tribal rights day 2022,vansda mla Anant Patel, To cancel Bharatmala and Par Tapi river leaks

Etv Bharatઆદિવાસી સમાજે પોતાના હક અધિકાર માટે કલેકટરને આવેદન પત્ર આપ્યું
Etv Bharatઆદિવાસી સમાજે પોતાના હક અધિકાર માટે કલેકટરને આવેદન પત્ર આપ્યું

By

Published : Sep 14, 2022, 10:20 PM IST

નવસારી:વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના(Vansda MLA Anant Patel) અધ્યક્ષ સ્થાને 13 જેટલી વિરોધની રેલી યોજ્યા બાદ, આજે ફરીવાર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ (vishwa adivasi Tribal rights day 2022) નિમિતે આદિવાસીઓ પોતાના હક્ક માટે આગળ આવ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાત ના આદિવાસી સમાજના, લોકો અને અગ્રણીઓ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ગ્રીડ હાઈવે ખાતે રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી, ભારતમાલા અને પાર તાપી રિવરલીક રદ કરવા(To cancel Bharatmala and Par Tapi river leaks) જેવા વિવિધ પ્રોજેક્ટને લઈ વિરોધ નોંધાવ્યો હતો.

કલેકટર નીચે આવીને આવેદન સ્વીકારે તેવી માંગ: આ સાથે આદિવાસી સમાજના આગેવાનોએ ભાષણ આપતા કહ્યું હતું કે, જયા જ્યાં આદિવાસીઓના હકનું હનન થઇ રહ્યું છે. ત્યાં, ત્યાં શાસક પક્ષે પણ આગળ આવી અવાજ ઉઠાવવો જોઈએ. UNO દ્વારા ઘોસિત કરેલા અધિકાર આદિવાસીઓને મળી રહે તેના માટે પણ હાલની સરકારે કાર્ય કરવું જોઈએ, તેવું કહી જિલ્લા કાલકેટર કચેરી ખાતે મોટી જનમેદની સાથે ભેગા થઇ આવેદન આપવામાં આવ્યું હતું.આદિવાસી સમાજે એક અવાજે એવી માગ કરી હતી કે, જિલ્લા કલેકટર કચેરી નીચે આવીને આવેદન સ્વીકારે તેવી માંગ કરતા કલેકટર અમિત પ્રકાશ યાદવ નીચે આવીને આવેદન સ્વીકાર્યું હતું.આ કાર્યક્રમ થકી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

શું છે ઈતિહાસ:આદિવાસીઓના અધિકારોને, લેખિત કરવા અને આદિવાસી અધિકાર બનાવા પાછળ એક લાંબો ઈતિહાસ છે. આદિવાસીઓ સાથે અત્યાચાર અને ભેદભાવના મુદાને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનએ લીગ ઓફ નેશનના પછી જે યુનાઇટેડ નેશન્સના એક પ્રમુખ અંગ બન્યું. 1920માં આ સંગઠનની શરૂઆત થઇ અને આ સંગઠને 1957માં ઇન્ડીજીનસ એન્ડ ટ્રાઈબલ પોપ્યુલેશન કોન્વેશન 107 નામક દસ્તાવેજ બનાવ્યો, જે આદિવાસીઓનો પ્રથમ અંતરરાષ્ટ્રીય દસ્તાવેજ છે. જેને દુનિયાભરના આદિવાસીઓ પર કરાય રહેલા, અત્યાચાર અને ભેદભાવથી સુરક્ષા પ્રદાન કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો હતો.

ક્યારથી ઉજવાય છે?:વિશ્વ આદિવાસી અધિકાર દિવસ 13 સપ્ટેબર 2007થી દર વર્ષે મનાવવામાં આવે છે. વિશ્વમાં કુલ 5000 આદિવાસી સમુદાય છે જેની સંખ્યા લગભગ 37 કરોડ છે એમની પોતાની 7000 ભાષાઓ છે, પરંતુ તેમના અધિકારોનું સૌથી વધારે હનન થાય છે.એને ધ્યાનમાં રાખીને, વિશ્વ આદિવાસી અધિકાર દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો મૂળ ઉદેશ્ય આદિવાસીના અધિકારોની સુરક્ષા અને પ્રાત્સાહન આપવાનો હતો.

ABOUT THE AUTHOR

...view details