- આદિવાસી અને કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં નીકળી અધિકાર યાત્રા
- યાત્રા દરમિયાન આદિવાસીઓએ ચીખલી પોલીસ સામે ઠાલવ્યો આક્રોશ
- ચીખલી કસ્ટોડિયલ ડેથના હત્યારોપી પોલીસ અધિકારીઓની તાત્કાલિક ધરપકડની માગ
નવસારી: ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થયા બાદ પણ આદિવાસી સમાજ પોતાના અધિકારોની માંગણી કરી રહ્યો છે. સોમવારે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અંતર્ગત નવસારીના ચીખલી ખાતે આદિવાસીઓએ 11 મુદ્દાઓની માગ સાથે આદિવાસી અધિકાર યાત્રા કરી હતી. જેમાં મુખ્યત્વે ચીખલી કસ્ટોડિયલ ડેથના હત્યારોપી પોલીસ અધિકારીઓની તત્કાલ ધરપકડની માંગણી ઉચ્ચારવામાં આવી હતી.
આદિવાસીઓના અધિકારોની માંગ સાથે ચીખલીમાં નીકળી આદિવાસી અધિકાર યાત્રા યાત્રાને અંતે ચીખલી મામલતદારને 11 મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર અપાયું
ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાંનો એક નવસારી જિલ્લો. જેના ત્રણ તાલુકાઓમાં આદિવાસીઓની સંખ્યા વધુ છે. UNO દ્વારા જાહેર કરાયેલ 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અંતર્ગત સોમવારે આદિવાસી સંગઠનોએ ચીખલી ખાતે આદિવાસી અધિકાર યાત્રા યોજી ઉજવ્યો હતો. ચીખલી સર્કિટ હાઉસ ખાતેથી આદિવાસી અને કોંગી ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં અધિકાર યાત્રા નીકળી હતી. આદિવાસી વાજિંત્રોના તાલે આદિવાસી નૃત્ય અને એકુ જ ચાલે, આદિવાસી જ ચાલેના નારા તેમજ કાળા ઝંડાઓ સાથે નીકળેલી યાત્રામાં અંદાજે 500 થી વધુ આદિવાસીઓ જોડાયા હતા. યાત્રા દરમિયાન ચીખલી પોલીસ મથક નજીક આદિવાસીઓએ જિલ્લા પોલીસની હાય-હાય બોલાવી હતી. સાથે જ ચીખલી પોલીસ મથકમાં બે આદિવાસી યુવાનોની હત્યા કરનારા પોલીસ અધિકારીઓની દોઢ મહિનો વીતવા છતાં પણ ધરપકડ ન થતા રોષ ઠાલવ્યો હતો અને હત્યારોપી અધિકારીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉચ્ચારી હતી. આ સાથે જ યાત્રા ચીખલી પ્રાંત કચેરીએ પહોંચી હતી અને ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આદિવાસીઓના અધિકારોનું સરકાર જતન કરે તેવી માંગણી કરી હતી.
આદિવાસીઓના અધિકારોની માંગ સાથે ચીખલીમાં નીકળી આદિવાસી અધિકાર યાત્રા