જંગલ, નદીઓ અને જમીન સાથે જોડાયેલા એવા આદિવાસી સમાજ પોતાના હકોને લઈને સરકારની સામે આવી ગયો છે. સામાજિક વનિકરણ વિભાગના બેનરોનો વિરોધ આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં કરવામાં આવશે તેવું આદીવાસીએ કહ્યું હતું.
સામાજિક વનીકરણ વિભાગે જંગલોમાં બેનરો લગાવતા આદિવાસી સમાજે નોંધાવ્યો વિરોધ - navsari latest news
નવસારી: આદિવાસીના જંગલ વિસ્તારમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા બેનરો લગાવતા આદિવાસી સમાજે વિરોધ કર્યો હતો. આદિવાસી સમાજ જિલ્લાના મુખ્ય મથક નવસારીમાં મોટી સંખ્યામાં જોડાયો હતો. જેમાં વાંસદા વિધાનસભાના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ પણ હાજર રહ્યાં હતાં. પોતાની માગોને લઈને રેલી કાઢી આદિવાસી સમાજ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યો હતો.
navsari
નવસારી કલેકટર કચેરીમાં 800થી વધુ આદિવાસી આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતાં. કલેક્ટર કામમાં વ્યસ્ત હોવાથી આદિવાસીઓની મુલાકાત લેવાનું ટાળ્યું હતું. જેના કારણે ફરજ પર હાજર ચિટનિશે આવેદન સ્વીકાર્યું હતું. નાયબ કલેકટર પણ વ્યસ્ત હોવાથી આદિવાસી સમાજ નારાજ થયો હતો.