- પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો રોડ શૉ
- રોડ શૉ થકી નવસારી-વિજલપોર શહેરના મતદારોને રિઝવવાનો પ્રયાસ
- નવસારી કૃષિ યુનિવર્સિટીથી ઇટાળવા સુધી ભવ્ય રોડ શૉ
નવસારીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ફક્ત બે દિવસો રહ્યા છે અને આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે નવસારી ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં નવસારીની કૃષિ યુનિવર્સિટીથી શહેરના રાજમાર્ગો પર થઈને ઈટાળવાના બી. આર. ફાર્મ સુધીના રોડ શૉ યોજવામાં આવ્યો છે.