- Thug life: નવસારીમાં 4 ઠગ ભગતોએ મહિલા પાસેથી 5,000 રૂપિયા પડાવ્યા
- 4 ઠગ ભગતોએ મહિલાને અંધશ્રદ્ધા (superstition)નો ભોગ બનાવી પૂત્રને મેલી નજર લાગી હોવાનું જણાવ્યું
- પારસી હોસ્પિટલ પાસે રહેતી મહિલા સાથે છેતરપિંડી કરી આરોપી થયા હતા ફરાર
- મહારાષ્ટ્રથી નંદી સાથે આવેલા ચાર ઠગ ભગતોનું કારસ્તાન
- મહિલાને છેતરાયાનું ભાન થતા કરી પોલીસ ફરિયાદ
- ટાઉન પોલીસે નંદી સાથે ફરતા ચારેય ઠગ ભગતોની કરી ધરપકડ
નવસારીઃ ધર્મના નામે ઠગનારા ધૂતારાઓ લોકોને ધાર્મિકતાના નામે કે મેલી વિદ્યાના નામે ભોળવી હજારો રૂપિયા ઠગી જતા હોય છે. આવો જ કિસ્સો નવસારીમાં બન્યો છે. મહારાષ્ટ્રથી ટેમ્પોમાં નંદી લઈને ફરતા 4 ઠગ ભગતોએ શહેરના પારસી હોસ્પિટલ (Parasi Hospital) સામેના વિસ્તારમાં રહેતી મહિલાને ધાર્મિકતાના નામે અને તેના પૂત્રને મેલી નજર લાગી હોવાની બીક બતાવી 5,000 રૂપિયા પડાવી ફરાર થયા હતા. મહિલાને છેતરાયાનું ભાન થતા નવસારી ટાઉન પોલીસને ફરિયાદ કરી હતી, જેના ગણતરીના કલાકોમાં પોલીસે નંદી લઈ ફરતા ચારેય મહારાષ્ટ્રિયન ઠગ ભગતોની ધરપકડ કરી તપાસ આરંભી છે.
આ પણ વાંચો-પાલનપુરમાં અંધશ્રદ્ધામાં કોરોનાગ્રસ્ત દર્દીનું થયુ મોત, પોલીસે ત્રણ લોકો સામે નોંધી ફરિયાદ
ઈન્ટિરિયર ડિઝાઈનર માતા પૂત્રને મેલી નજર લાગ્યાની વાતે છેતરાઈ
નવસારી જિલ્લાને અડીને મહારાષ્ટ્રની સરહદો (Borders of Maharashtra) છે. અહીં નંદી કે 5 પગવાળી ગાય લઈને મહારાષ્ટ્રથી બળડગાડુ અથવા ટેમ્પો લઈને મહારાષ્ટ્રીયન લોકો ધર્મના નામે ગામ અને શહેરોમાં ફરીને રૂપિયા ઉઘરાવતા હોય છે, જેમાં એક પરિવાર હોય અથવા 4થી 5 લોકો સાથે હોય છે. 19 જૂને પણ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અષ્ટિ ગામ સ્થિત જલગાંવ સુગર ફેક્ટરી (Jalgaon Sugar Factory) પાસે રહેતા પુંડલીક કાકાજી ભીસે, અમર પુંડલીક ભીસે, રાજેન્દ્ર પુંડલીક ભીસે અને રણજિત સુભાષ કાનડે એક ટેમ્પોમાં નંદી લઈને નવસારી આવ્યા હતા અને ધાર્મિકતાને નામે લોકોને ભોળવી તેમની પાસેથી રૂપિયા ઉઘરાવતા હતા.