ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી જિલ્લા ભાજપ નિઃશુલ્ક 1000 રેમડેસીવીર ઇન્જેક્શન આપશે - નવસારી જિલ્લામાં કોરોના વાઇરસ કેસ

નવસારી જિલ્લા ભાજપ દ્વારા બિલ્ડર ભરત સુખડીયાના આર્થિક સહયોગથી નવસારીના જરૂરિયાતમંદ કોરોના દર્દીઓને ભાજપ કાર્યાલય ખાતેથી 1000 રેમડેસીવીર ઇન્જેક્શન નિઃશુલ્ક મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

નવસારી જિલ્લા ભાજપ
નવસારી જિલ્લા ભાજપ

By

Published : Apr 11, 2021, 7:03 AM IST

  • ચારેય તરફ અછતની બૂમાબૂમ વચ્ચે ક્યાંથી આવ્યા ભાજપ પાસે ઇંજેક્શન?
  • ભાજપના કાર્યાલય કમલમ ખાતેથી શનિવારે 100 રેમડેસીવીર ઇન્જેક્શનનું વિતરણ
  • નવસારીના બિલ્ડર ભરત સુખડીયાના સહયોગથી ભાજપે 1000 ઇન્જેક્શન મેળવ્યા
    નવસારી જિલ્લા ભાજપ

નવસારી : નવસારી જિલ્લામાં જ્યારે કોરોના વિસ્ફોટક સ્થિતિમાં પહોંચ્યો છે, ત્યારે શહેરમાં કોરોના માટે અક્સીર એવા રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઈ રહી છે, લોકોને બ્લેકમાં પણ ઇન્જેક્શન નથી મળતા.

નવસારી જિલ્લા ભાજપ

આ સંજોગોમાં જિલ્લા ભાજપ દ્વારા નવસારીના બિલ્ડર ભરત સુખડીયાના આર્થિક સહયોગથી નવસારીના જરૂરિયાતમંદ કોરોના દર્દીઓને ભાજપ કાર્યાલય ખાતેથી 1000 રેમડેસીવીર ઇન્જેક્શન નિઃશુલ્ક મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

નવસારી જિલ્લા ભાજપ

શનિવારે કોરોના દર્દીઓના સગાને 100 ઇન્જેક્શન અપાયા

નવસારી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં કોરોના કૂદકે ને ભૂસકે વધ્યો છે અને હાલમાં 177 કોરોના પોઝિટિવ લોકો સારવાર હેઠળ છે. નવસારી સિવિલ હોસ્પિટલ સિવાયની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને જરૂરી રેમડેસીવીર ઇન્જેક્શન સમય પર નથી મળી રહ્યા અને ઇન્જેક્શનની કાળા બજારી થઈ રહી છે. 899 રૂપિયામાં આવતું ઇન્જેક્શન હજારો રૂપિયામાં વેચાય છે.

નવસારી જિલ્લા ભાજપ

આથી જરૂરિયાતમંદ લોકોને કોરોનાની મહામારીમાં મદદરૂપ થવાના ભાવ સાથે નવસારી જિલ્લા ભાજપ દ્વારા નવસારીના બિલ્ડર ભરત સુખડીયાના આર્થિક સહયોગથી 1 હજાર ઇન્જેક્શન મેળવાયા છે. જેનું આજથી નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી કોરોના દર્દીના પરિજનને જરૂરી ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ વિનામૂલ્યે આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details