નવસારીના ચારપુલ નજીક લંગરવાડ ખાતે રહેતી નહિદબાનુ ઇકબાલ શેખે પોતાના પતિ મુન્તઝીર મુલ્લાએ જાહેરમાં ત્રણ તલાક આપ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. નહિદબાનુ અને મુન્તઝીરના લગ્ન 3 વર્ષ અગાઉ થયા હતા. જો કે, લગ્ન બાદ સાસરિયા પક્ષ મેહણા-ટોણાં મારીને ત્રાસ આપી ઘર ખર્ચી અને જીમ ચલાવવા માટે રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા.
નવસારીમાં પ્રથમ ઘટના, જાહેરમાં પતિએ પત્નીને આપી તલાક, જુણો શું છે હકીકત? - Langarwad
નવસારી: ટ્રીપલ તલાકનો ખરડો રાજ્યસભામાં અટક્યા બાદ નવસારીમાં મુસ્લિમ પતિએ પોતાની પત્નીને જાહેરમાં તીન તલાક બોલીને તરછોડતા ચકચાર મચી છે. પીડિત પરિણીતાએ દહેજ ભૂખ્યા સાસરિયાઓ સામે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી ન્યાયની માંગણી કરી છે.
પતિ લગ્નના થોડા મહિના બાદ જ તેના પરિવારજનોને સાથ આપતો હતો અને નહિદબાનુને મારતો પણ હતો અને તેને પિયર મૂકી જતો હતો. જો કે, બાદમાં સંસાર બચાવવા અને પોતાના પુત્રના ભવિષ્યને ધ્યાને રાખીને પીડિતા સાસરે જતી હતી. આ દરમિયાન ગત 10 મે, 2019ના રોજ પણ સાસુ અને જેઠ વચ્ચે જીમને લઈને ઝઘડો થયો હતો. જેમાં મુન્તઝીર, નહિદબાનુને લઈ તેના ઘરે રહેવા આવ્યો હતો અને 6 દિવસ રહ્યો હતો, ત્યારબાદ ઘરે ગયા બાદ 20 મે, 2019ના રોજ મુન્તઝીરે નહિદબાનુના ઘરે પહોંચી પુત્રની માંગ કરી હતી અને બાદમાં આવેશમાં આવી ઘરની બહાર જ જાહેરમાં ત્રણવાર તલાક બોલીને તેને તરછોડીને ચાલતો થયો હતો.
પતિ દ્વારા તલાક આપ્યા બાદ નાદિહબાનુએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોધાવી ન્યાયની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે ટ્રીપલ તલાકનો કાયદો રાજ્યસભામાં અટક્યા બાદ નાદિહબાનુંને જાહેરમાં તલાક આપ્યાની પ્રથમ ઘટના છે.