- રસી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની વાત સાથે રસી લેવાની કરાઈ અપીલ
- જિલ્લામાં બે રાઉન્ડ દરમિયાન કુલ 545 આરોગ્યકર્મીઓને અપાઇ રસી
- જિલ્લામાં રસીકરણ માટે આરોગ્યકર્મીઓ સહિત આંગણવાડી મહિલાઓ અને આશા વર્કરોને અપાશે રસી
નવસારીમાં ત્રીજા તબક્કાનું રસીકરણ, આરોગ્ય અધિકારીઓએ લીધી રસી
કોરોનાને હરાવવા માટે ભારતે વેક્સિનનું બ્રહ્માસ્ત્ર ઉગામ્યું છે, જેમાં આજે નવસારીમાં પ્રથમ ચરણના ત્રીજા તબક્કાનું રસીકરણ હાથ ધરાયુ છે. જિલ્લામાં ગત બે તબક્કામાં કુલ 545 આરોગ્યકર્મીઓને રસી અપાઈ ચુકી છે.
નવસારી: કોરોનાને હરાવવા માટે ભારતે વેક્સિનનું બ્રહ્માસ્ત્ર ઉગામ્યુ છે, જેમાં આજે નવસારીમાં પ્રથમ ચરણના ત્રીજા તબક્કાનું રસીકરણ હાથ ધરાયુ છે. નવસારીના અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીઓ, ડૉક્ટરો, નવસારી શહેરના ખાનગી ડોક્ટરો, ICDS વિભાગના પ્રોગ્રામ મેનેજર સહિતના સ્ટાફને રસી આપવામાં આવી હતી. જિલ્લામાં ગત બે તબક્કામાં કુલ 545 આરોગ્ય કર્મીઓને રસી અપાઈ ચુકી છે, જ્યારે 65 લોકોએ રસી લીધી નથી. જોકે એ બધા વચ્ચે જિલ્લા બીમારી નિયંત્રણ અધિકારી ડૉ. મેહુલ ડેલીવાલાએ રસીને સુરક્ષિત ગણાવી, તમામને રસી લેવા માટે અપીલ કરી હતી.