નવસારીમાં ચોરે કરી રુપિયા 91,000ની ઠંડા કલેજે ચોરી, ચોર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ નવસારી: જિલ્લાના ચીખલી નજીકના સમરોલી ગામના એક પરિવાર રાત્રે ઘરમાં ઉપરના માળે સૂતો હતો. ત્યારે તસ્કરો ઘરની બારીના લોખંડના સળિયા કોઈ સાધન વડે કાપી ઘરમાં પ્રવેશી રોકડ રકમ અને સોનાના દાગીના સહિત 91,000ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
"રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટનાની અમે ઝીણવટ ભરી રીતે તપાસ કરી રહ્યા છે. જેમાં સીસીટીવીના આધારે ચોરોના તમામ રૂટની તપાસ ચાલી રહી છે. જેમાં અમને જલ્દી સફળતા મળશે."--એચ.એસ.પટેલ (તપાસ અધિકારી)
સામાન વેરવિખેર: ચીખલી તાલુકાના સમરોલી ખાતેના નવા ફળિયામાં રહેતા કેયુર બાલુભાઈ પટેલ અને તેમનો પરિવાર મંગળવારની રાત્રે 11 વાગ્યાના અરસામાં જમી પરવારીને ઉપરના માળે સુઈ ગયા હતા. તેઓ સવારે 6 વાગ્યાના સમયે ઘરમાં નીચે આવતા પાછળનો દરવાજો ખુલ્લો અને ઘરમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તસ્કરો બારીના પાંચ સળિયા કોઈ સાધનથી કાપી ઘરમાં પ્રવેશી કબાટમાં રાખેલ રોકડા રૂપિયા 4 હજાર ઉપરાંત સોનાનું મંગળસૂત્ર, વીંટી, સોનાની કડી લગ્નની ભેટમાં મળેલ સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 91 હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની જાણ થઈ હતી. ઘટના જ્યાં બની હતી તે રૂમમાં રાખેલ કબાટને પરિવારે લોક કર્યો ન હતો.
ઘરમાં પાલતુ શ્વાન: આ પરિવારે પોતાના ઘરમાં પાલતુ શ્વાન ને પણ રાખ્યો છે. જે રાત્રિ દરમિયાન ઘરની બહાર બાંધવામાં આવે છે. પરંતુ ચોરો રાત્રી દરમિયાન ઘરમાં પ્રવેશ્યા તે દરમિયાન થી લઈને ચોરો પોતાના અંજામ આપીને પરત રવાના થયા ત્યાં સુધી સ્વાને પણ કોઈ પણ જાતનો ભોકવાનો અવાજ કર્યો ન હતો. આ સમગ્ર બનાવની જાણ ચીખલી પોલીસને કરતા ચીખલી પોલીસ દ્વારા ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટના ની તપાસ પી.એસ.આઇ એચ.એસ.પટેલ કરી રહ્યાં છે.
- Banaskantha Crime : આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે શખ્સો ઝડપાયા, ડીસા પોલીસે ચોરનો ડેમો પણ લીધો
- Rajkot Crime: ATM તોડી ચોરી કરવાનો પ્રયત્ન કરનારને પોલીસ દબોચી લીધો, નવ ગુનાના ભેદ ઉકેલાયા