નવસારી :હાલમાં લગ્ન ગાળાની સીઝન શરૂ થઈ છે. જેમાં પાર્ટી પ્લોટમાં (theft case in Navsari) યોજાતા ભભકાદાર લગ્નમાં મગ્ન રહેતા યજમાન અને મહેમાન પરિવાર માટે ચેતવણી રૂપ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના ખાનગી પાર્ટી પ્લોટમાં આયોજિત લગ્નમાં 2 ચોરોએ હાથ અજમાવ્યો હતો. જેની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. (Navsari Crime News)
લગ્નમાં યજમાન સાવઘાન : વગર આમંત્રણના મહેમાને લગ્નમાં હાથ ફેરો કરી થયા રફુચક્કર - Theft at BR Farm in Navsari
નવસારીમાં લગ્ન પ્રસંગમાં બે અજાણ્યા યુવકોએ હાથ ફેરો કરીને (theft case in Navsari) ચાલતી પકડી છે. જેનો CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. (Navsari wedding BR Farm)
![લગ્નમાં યજમાન સાવઘાન : વગર આમંત્રણના મહેમાને લગ્નમાં હાથ ફેરો કરી થયા રફુચક્કર લગ્નમાં યજમાન સાવઘાન : વગર આમંત્રણના મહેમાને લગ્નમાં હાથ ફેરો કરી થયા રફુચક્કર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17182800-thumbnail-3x2-a.jpg)
શું છે સમગ્ર મામલો દિલ્હી ખાતે રહેતું મળી પરિવાર મૂળ નવસારીના છે. વર પરિવાર દિલ્હી રહે છે. સગાવાલાને કારણે નવસારીમાં લગ્ન ગોઠવવાનું નક્કી થયું હતું. તે મુજબ ગત 8મી ડિસેમ્બરે BR ફાર્મમાં લગ્નની વિધિ શરૂ હતી. જેમાં રાત્રે 11:55 વાગ્યે ફોટા પડાવવા માટે ઉભા થયેલા વર પક્ષની મહિલા 12:00 વાગ્યે એટલે કે 5 મિનિટમાં પછી નીચે ફરતા મુકેલી બેગ ચોરોએ સેરવી (Theft at BR Farm in Navsari) ચાલતી પકડી હતી. આ સમગ્ર ચોરીની ઘટના CCTV માં કેદ થઈ હતી. (Navsari wedding BR Farm)
પોલીસ ફરિયાદ હજી સુધી થઈ નથી પરિવારના જણાવ્યા મુજબ 3 લાખ રોકડ અને 3 તોલાં સોનાના દાગીના ભરેલી બેગનિ ઉઠાંતરી થઈ હતી. જોકે સમગ્ર ઘટનાને લઈને કોઈ પણ પોલીસ ફરિયાદ હજી સુધી થઈ નથી. બંને પક્ષ મૂળ દિલ્હીના હોય વારંવાર નવસારીના ધક્કા ખાવા ન પડે તે માટે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે આ બનાવ અન્ય જાનૈયાઓ માટે લાલબત્તી સમાન બોધપાઠ આપનારો બન્યો છે. (Stealing in marriage)