નવસારીઃ નવસારી-બિલિમોરા સોમનાથ મંદિરમાં યોજાયેલા મેળામાં (Navsari Bilimora Somnath Temple Fair) મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે આ મેળામાં 2 મહિલાઓએ ઝઘડો કરતા તેઓ ચર્ચાનો વિષય બની હતી. આ બંને મહિલાઓએ એકબીજાના વાળ પકડીને એકબીજાને માર (The video of the girls fight went viral) માર્યો હતો. જોકે, આ બંને મહિલાઓને છૂટી પાડવાની જગ્યાએ લોકો તેનો વીડિયો બનાવવામાં મશગુલ જોવા મળ્યા હતા.
મંદિરના પરિષદમાં યોજાયો મેળો -જિલ્લાના બિલિમોરા ખાતે હાલ સોમનાથ મંદિરનો મેળો (Navsari Bilimora Somnath Temple Fair) ચાલી રહ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં દૂરદૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. સાથે જ મંદિર પરિસદ નજીકમાં જ મેળાનું (Navsari Bilimora Somnath Temple Fair) પણ આયોજન કરવામાં આવતું હોય છે, જ્યાં લોકોની જનમેદની ઉમટી પડતી હોય છે. અત્યારે તો બિલિમોરા વિસ્તારમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ (The video of the girls fight went viral) થઈ રહ્યો છે અને લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો-ગ્રેજ્યુએટ ચાઈ વાલીની 'ચા' ની ચુસ્કી લેતો વિજય દેવરાકોંડા, તસવીર થઈ વાયરલ