ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદને રીઝવવાની પારસીઓની 'ઘી ખીચડી'ની અનોખી પરંપરા

નવસારીઃ ભારતમાં કુદરતને ખુશ કરવાની દરેક ધર્મની અનોખી પરંપરા પૂર્વજોથી ચાલી આવે છે, ત્યારે નવસારીમાં પારસી સમાજ દ્વારા વર્ષોથી રોઝદિનની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રથા મુજબ પવિત્ર બહેમન મહિનાના રોઝ દિનની ઉજવણી આનંદ-ઉલ્લાસભેર કરી વરસાદને રીઝવવામાં આવે છે. જેની નવસારીમાં આજે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પારસી ધર્મમાં બહેમન માસનો રોઝ દિન સૌથી પવિત્ર દિન માનવામાં આવે છે. આ દિવસે ઘી-ખીચડીનો કાર્યક્રમ યોજી મેધરાજાને રીંઝવવામાં આવે છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 16, 2019, 5:27 PM IST

જુદા-જુદા વિસ્તારમાં અને વિવિધ ધર્મમાં મેઘરાજાને રીઝવવા જૂની પરંપરા હોય છે. જે મુજબ ઉત્સવો ઉજવણી પણ જુદી જુદી રીતે થતી હોય છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બાળકીઓ ઢૂંઢીયાબાપા બની નગરમાં દર્શન કરવા નિકળે છે. ઢૂંઢીયાબાપા નગરચર્ચાએ નીકળ્યા હોય ત્યારે ગ્રામજનો ઢૂંઢીયાબાપા ઉપર પાણીનો અભિષેક કરી મેઘરાજાને રીઝવતા જોવા મળે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 'મેઘ-લાડવા' બનાવવામાં આવે છે. અહીં લોકોને પાદરે જઈ એક સાથે ભોજન કરે છે.

વરસાદને રીઝવવાની પારસીઓની 'ઘી ખીચડી'ની અનોખી પરંપરા

આ જ રીતે પારસી સમાજની વાત કરીએ તો પારસી સમાજ ગુજરાતના સંજાણ બંદરેથી આવ્યાં અને દૂધમાં સાંકરની જેમ ભળી ગયા. પારસી ધર્મનાં લોકો માટે બહેમન મહિનો પવિત્ર મનાય છે. આ માસમાં પારસીઓ માંસ-માછલીનો ત્યાગ કરી શાકાહારી ભોજન આરોગે છે. આ મહિના દરમિયાન પારસી કોમ પોતાના કુટુંબના પૂર્વજોની પૂજા પણ કરે છે. જેથી પારસી સમાજમાં બહેમન મહિનાનું અનોખું મહત્વ રહેલું છે. પારસી ધર્મમાં બહેમન માસનો રોઝ દિન સૌથી પવિત્ર દિન માનવામાં આવે છે.

દરેક જ્ઞાતિ અને ધર્મમાં વિવિધ પરંપરા મારફતે વરસાદને રીઝવવાની અનોખી પરંપરાઓ ચાલી આવી છે, ત્યારે નવસારીમાં વસતા પારસી સમાજે વરસાદને રીઝવવાની અનોખી યથાવત રાખી છે. નવસારીમાં પારસી સમાજે વરસાદ રીઝવવાની શરૂઆત વર્ષ 1959માં આવેલા દુષ્કાળનાં સમયથી કરી હતી. આ દુષ્કાળથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ યથાવત છે.

આ દિવસે ઘી-ખીચડીનો કાર્યક્રમ યોજી મેધરાજાને રીંઝવવામાં આવે છે. આ દિવસે પારસી સમાજના બાળકો અને પુરુષો ઘરે-ઘરે ફરી અનાજનું (દાળ, ચોખ, ઘી, અને તેલ) ઉઘરાણું કરી એક સાથે ભોજન કરે છે તથા આ દિવસને ઘી-ખીચડીના દિવસ તરીકે પણ ઓળખાવવામાં છે. વરસાદને રીઝવવા માટે પારસી લોકગીત ” ઘી ખીચડીનો પૈસો દોઢિયાનો રૂપિયો વરસાદજી તો આયેગા”નું ગીત ગાઈ દાળ-ચોખા અને ઘી ઉઘરાવી ખીચડીનું સામૂહિક ભોજન કરે છે.

ABOUT THE AUTHOR

...view details