ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં વેપારી મંડળોએ પાલિકા સાથે મળી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય - navsari corona updates

નવસારી જિલ્લામાં કોરોના વિસ્ફોટક બની રહ્યો છે. ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકા સહિત નવસારી ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વેપારી મંડળો, નવસારી ક્રેડાઈ, વકીલ મંડળ સહિત નવસારી-વિજલપોર પાલિકાના નગરસેવકો અને આગેવાનોની એક બેઠક નવસારી-વિજલપોર પાલિકાના સભાખંડમાં મળી હતી. જેમાં કોરોનાની સ્થિતિ ઉપર અલગ-અલગ વેપારી મંડળના આગેવાનોએ લોકડાઉન તેમજ રાત્રી કરફ્યૂ લગાવવા તેમજ કોરોનાને અટકાવવા કયાં-કયાં પગલાં લઈ શકાય તે બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

નવસારીમાં વેપારી મંડળોએ પાલિકા સાથે મળી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય
નવસારીમાં વેપારી મંડળોએ પાલિકા સાથે મળી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય

By

Published : Apr 9, 2021, 2:12 PM IST

  • શનિવારથી 30 એપ્રિલ સુધી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ
  • નવસારી-વિજલપોર નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય
  • નવસારીની ખાનગી 4 હોસ્પિટલોમાં વધુ 50-50 બેડ વધારવાની તૈયારી

નવસારી: વધતા કોરોનાના કહેરને કારણે હોસ્પિટલમાં જગ્યા નથી. ત્યારે ઓક્સિજનની પણ અછત ઉભી થઇ છે. આ સ્થિતીમાં કોરોના સંક્રમણને અટકાવવા નવસારી-વિજલપોર નગરપાલિકાની આગેવાનીમાં વેપારી મંડળોએ શનિવારે તેમજ રવિવારે સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવા સાથે જ શનિવારથી 30 એપ્રિલ સુધી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ પાળવાનો નિર્ણય લીધો છે. શહેરમાં કોરોનાના વધતા દર્દીઓ સામે 4 હોસ્પિટલોમાં વધુ 200 બેડની વ્યવસ્થા ઉભી કરવાની તૈયારી કરી છે.

આ પણ વાંચો:ધરમપુરમાં વેપારીઓ દ્વારા શનિ- રવિ દુકાનો બંધ રાખવા મહત્વનો નિર્ણય લેવાયો

નવસારીના વેપારીઓએ લોકડાઉનનો કર્યો વિરોધ, રાત્રી કરફ્યૂ માટે દર્શાવી તૈયારી

નવસારી જિલ્લામાં કોરોના વિસ્ફોટક બની રહ્યો છે. ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકા સહિત નવસારી ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વેપારી મંડળો, નવસારી ક્રેડાઈ, વકીલ મંડળ સહિત નવસારી-વિજલપોર પાલિકાના નગરસેવકો અને આગેવાનોની એક બેઠક નવસારી-વિજલપોર પાલિકાના સભાખંડમાં મળી હતી. જેમાં કોરોનાની સ્થિતિ ઉપર અલગ-અલગ વેપારી મંડળના આગેવાનોએ લોકડાઉન તેમજ રાત્રી કરફ્યૂ લગાવવા તેમજ કોરોનાને અટકાવવા કયાં-કયાં પગલાં લઈ શકાય તે બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં મોટાભાગના વેપારીઓએ શહેરમાં રાત્રી કરફ્યૂની તરફેણ કરી હતી. સાથે જ દિવસ દરમિયાન સ્વૈચ્છિક લોકડાઉનનો વિરોધ નોંધાવ્યો હતો.

નવસારીમાં વેપારી મંડળોએ પાલિકા સાથે મળી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય

આ પણ વાંચો:દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રિ કરફ્યૂનો નિર્ણય

નવસારી-વિજલપોર પાલિકા શહેરમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવાનો કરશે પ્રયાસ

ઉપસ્થિતોના વિચારો જાણ્યા બાદ નવસારી-વિજલપોર પાલિકા પ્રમુખ જીગીશ શાહે નવસારીમાં આગામી શનિવારે તેમજ રવિવારે સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન લગાવા તેમજ શનિવારથી 30 એપ્રિલ સુધી રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે શહેરની 3થી 4 હોસ્પિટલોમાં 50-50 બેડ વધારવાની વ્યવસ્થા ઉભી કરવાની તૈયારી કરી છે. જ્યારે ઓક્સિજન મેળવવામાં પણ આવતી મુશ્કેલી નિવારવા અને શહેરમાં નવસારી-વિજલપોર પાલિકાની જગ્યામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાના પ્રયાસો કરવાની તૈયારી દર્શાવી છે.

ABOUT THE AUTHOR

...view details