નવસારી :બીલીમોરા શહેર કાવેરી નદીને કિનારે (Bilimora Town Kaveri River) વસેલું છે. અને દરિયો પણ નજીકમાં જ છે. ત્યારે દરિયાનું ખારું પાણી બીલીમોરા શહેર તરફ ન વધે અને નદીનું મીઠુ પાણી દરિયામાં વહેતુ અટકે, એ માટે બીલીમોરા પાલિકા દ્વારા છેલ્લા 12 વર્ષોથી કાવેરી નદી પર અંદાજે 5 લાખ રૂપિયાના ખર્ચે કાચો આડબંધ (Barricades in the City of Bilimora) બનાવવામાં આવે છે. જેના કારણે શહેરના દેસરા વિસ્તાર સહિત આંતલિયા, ઉંડાચ વાણિયા ફળિયા અને ઉંડાચ લુહાર ફળિયા, ઘેકટી, વંકાલ, હોન્ડ, મજીગામ, ચીખલી, તલાવચોરા જેવા ગામડાઓમાં જળસ્તર ઊંચા આવવા સાથે જ ઉનાળામાં પાણીની સમસ્યા રહેતી નથી.
નવેમ્બરમાં પૂર્ણ થતી કામગીરી, ફેબ્રુઆરીના મધ્યમાં પણ બાકી
પરંતુ બીલીમોરા શહેરના નવા નિશાળીયા જેવા શાસકો દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીના મધ્ય થવા આવ્યો છતાં નદી પર કાચા આડબંધ બનાવવાની કામગીરી હજી જાહેરાત સુધી સિમિત રહી છે. જેના કારણે દેસરા વિસ્તારમાં હજારો લોકોને પાણીની સમસ્યાનો (Water Problem in Bilimora Town) સામનો કરવો પડે એવી સ્થિતિ બની છે. નદીનું પાણી દરિયામાં વહી જવાથી ખેતી અને પશુપાલનને પણ અસર થવાની સંભાવના છે. તો સાથે જ પાલિકાના શાસકોની અણઆવડતના કારણે શહેરીજનોએ મુશ્કેલી વેઠવી પડશેના આક્ષેપ વિપક્ષ લગાવી રહ્યું છે.
આ પણ વાંચોઃLand Scam in Navsari : નવસારી જિલ્લામાં જમીન સંપાદન વળતર મુદ્દે ફરિયાદોનો ઢગલો, પોલીસ એક્ટિવ