નવસારી: હાલમાં કોરોનાના કહેર વચ્ચે લોકો જીવ બચાવવા માટે રૂપિયાને પણ ગૌણ માની રહ્યા છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકાના પીપલગભાણ ગામે લોહીના સંબંધ ધરાવતા દીકરાએ રૂપિયા માટે ક્રુરતા પૂર્વક પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પિતાએ પુત્રને રૂપિયા ના આપતા પુત્ર ભાન ભૂલ્યો, લોખંડના સળિયાથી કરી ઘાતકી હત્યા - Navsari news
હાલમાં કોરોનાના કહેર વચ્ચે લોકો જીવ બચાવવા માટે રૂપિયાને પણ ગૌણ માની રહ્યા છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકાના પીપલગભાણ ગામે લોહીના સંબંધ ધરાવતા દીકરાએ રૂપિયા માટે ક્રુરતા પૂર્વક પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પુત્રને પિતાએ રૂપિયા ન આપતા પુત્રએ કરી હત્યા
ઘટના બાદ દીકરો ઘરેથી નાસી છૂટ્યો હતો. ચીખલી પોલીસને ઘટનાની જાણ થતા જ પીપલગભાણ ગામે પહોંચી હત્યારા પુત્રને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.