ગુજરાત

gujarat

ETV Bharat / state

રિક્ષા ચાલકોને વહેલી તકે સહાય આપવા એસોસિએશને પાઠવ્યું આવેદન - ગુજરાત સરકાર

કોરોના મહામારીના કારણે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનમાં રિક્ષાના પૈડા પણ થંભી ગયા હતા. જેમાં રિક્ષાવાળાઓની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. રિક્ષા એસોસિયેશન દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL-Public Interest Litigation) કરતા સરકારે સહાય આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ મહિના વીતવા છતાં સહાય ન મળતા નવસારી રિક્ષા એસોસિયેશન દ્વારા ગુરુવારે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રિક્ષા એસોસિયેશને વહેલી તકે રિક્ષા ચાલકોને આર્થિક સહાય આપવાની માંગણી કરી હતી. સાથે જ જો સરકારે ન્યાય ન આપ્યો તો 22 માર્ચથી રાજ્યમાં રિક્ષાના પૈડા થંભી જશેની ચીમકી ઉચ્ચારી છે.

રિક્ષા એસોસિયેશને રિક્ષા ચાલકોને આર્થિક સહાય આપવાની માગ સરકાર સમક્ષ કરી
રિક્ષા એસોસિયેશને રિક્ષા ચાલકોને આર્થિક સહાય આપવાની માગ સરકાર સમક્ષ કરી

By

Published : Mar 18, 2021, 5:37 PM IST

Updated : Mar 19, 2021, 2:36 PM IST

  • લોકડાઉનના ત્રણ મહિના રિક્ષાના પૈડા થંભી ગયા હતા
  • રિક્ષા ચાલકોને આર્થિક સહાય આપવામાં આવે તેવી સરકાર પાસે માગ કરાઈ
  • ગુજરાત હાઇકોર્ટમાં રિક્ષા એસોસિયેશને કરી હતી PIL
  • હાઇકોર્ટના આદેશ સામે સરકારે ચૂંટણીનું કારણ આપ્યું હતું
  • રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ વિકટ બની

આ પણ વાંચોઃ વરસાદથી ઉભા પાકને નુકશાન, ખેડૂતોની સરકાર પાસે સહાયની માગ

નવસારીઃ કોરોના મહામારીના કારણે દેશમાં લોકડાઉન અમલી કરાયું હતું. જેમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સંપૂર્ણ લોકડાઉનને કારણે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રિક્ષા ચાલકની આર્થિક સ્થિતિ વિકટ બની હતી. રિક્ષા ચાલકોના એસોસિયેશને સરકારમાં આર્થિક સહાયની માંગણી કરી હતી, પણ સરકારે માગને ધ્યાને ન લેતા ગુજરાત હાઇકોર્ટમાં PIL કરી હતી. જેમાં હાઇકોર્ટે રિક્ષા ચાલકોને આર્થિક સહાય આપવા સરકારને આદેશ કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટમાં રિક્ષા એસોસિયેશને કરી હતી PIL

આ પણ વાંચોઃ લોકડાઉનથી ફોટોગ્રાફરોની હાલત કફોડી, સરકાર પાસે સહાયની માગ

કોર્ટની અવમાનનાની ફરિયાદ થઈ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં નોંધાયેલા રિક્ષા ચાલકોને લાંબા સમય સુધી સહાય ન આપતા ફરી કોર્ટની અવમાનનાની ફરિયાદ થઈ હતી અને કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. કોર્ટે માંગેલા જવાબ બાદ રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કારણ આગળ ધર્યુ હતુ. હવે સ્થાનિક સ્વરાજની ચૂટણીઓ પૂર્ણ થતાં રિક્ષા એસોસિયેશને અધિક કલેક્ટર કમલેશ રાઠોડને આવેદનપત્ર આપી વહેલી તકે સરકાર રિક્ષા ચાલકોને આર્થિક સહાય આપે તેવી માંગણી કરી છે. જો 22 માર્ચ પહેલા ન્યાય ન મળે તો રાજ્યવ્યાપી હડતાળ કરવાની ચીમકી રિક્ષા ચાલકોએ ઉચ્ચારી છે.

રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ વિકટ બની
Last Updated : Mar 19, 2021, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details