ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી ફાયરના જવાનોને રોજગારી છીનવાઇ જવાની ચિંતા - news in Fire

નવસારી-વિજલપોર નગરપાલિકામાં આવેલા ચાર ફાયર સ્ટેશનો પર કાર્યરત 58 રોજમદારોને તેમની નોકરી છીનવાઇ જવાની ચિંતા સતાવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર નવી ભરતી પ્રક્રિયામાં ધોરણ 12 ભણેલાને જ રોજમદાર તરીકે રાખવાનો નિયમ લાગુ થયો છે. જેના સામે વિરોધ નોંધાવી રોજમદારોએ નવસારી-વિજલપોર પાલિકાના સીઓને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી.

નવસારી ફાયરના જવાનોને રોજગારી છીનવાઇ જવાની ચિંતા
નવસારી ફાયરના જવાનોને રોજગારી છીનવાઇ જવાની ચિંતા

By

Published : Jan 1, 2021, 7:17 AM IST

  • સરકાર દ્વારા નવી ભરતી પ્રક્રિયામાં નવસારીના 58 રોજમદારોને અસર થવાની સંભાવના
  • રોજમદારોએ પાલિકા સીઓને આવેદનપત્ર પાઠવી ન્યાયની કરી માંગ
  • અમદાવાદ કોર્પોરેશનમાં કરવામાં આવેલી ભરતી અનુસાર ભરતી કરવાની કરી માંગણી

નવસારી : નવસારી-વિજલપોર નગર પાલિકામાં આવેલા ચાર ફાયર સ્ટેશનો પર કાર્યરત 58 રોજમદારોને તેમની નોકરી છીનવાઇ જવાની ચિંતા સતાવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર નવી ભરતી પ્રક્રિયામાં ધોરણ 12 ભણેલાને જ રોજમદાર તરીકે રાખવાનો નિયમ લાગુ થયો છે. જેના સામે વિરોધ નોંધાવી રોજમદારોએ નવસારી-વિજલપોર પાલિકાના સીઓને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી.

નવસારી ફાયરના જવાનોને રોજગારી છીનવાઇ જવાની ચિંતા

ચાર ફાયર સ્ટેશનો પર 58 રોજમદારો, નિયમાનુસાર ભરતી થાય તો થશે બેકાર

નવસારી નગરપાલિકા સમયે શહેરમાં કે, આસપાસનાં વિસ્તારોમાં કુદરતી આપદા કે, આગ લાગવાની ઘટના બને, તો તેને પહોંચી વળવા કરોડો રૂપિયાના ખર્ચે 4 ફાયર સ્ટેશનો ઉભા કરી, 58 રોજમદાર યુવાનોને રોજગારી આપી હતી. પરંતુ હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી ભરતી પ્રક્રિયામાં ધોરણ 12 ભણેલાને જ ફાયર વિભાગમાં રોજમદાર તરીકે રાખવાનો નિયમ છે. જેના કારણે નવસારી ફાયરમાં કામ કરતા 58 રોજમદારોને મુશ્કેલી થશે, કારણ કે તમામ રોજમદારો ધોરણ 12 સુધી પહોંચ્યા જ નથી. જેથી રોજગારી છીનવાઇ જવાની બીકે ગુરૂવારે નવસારી-વિજલપોર નગર પાલિકાએ પહોંચી પાલિકા સીઓ દશરથસિંહ ગોહિલને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ છે કે, વર્ષોથી તેઓ ઓછું મહેનતાણું મળતું હોવા છતાં તેઓ પોતાના જીવની પરવા કર્યા વિના પુર કે, આગની ઘટના વખતે ખડે પગે કામ કરે છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ભરતી પ્રક્રિયામાં છૂટછાટ નહિ આપી, રોજમદારોની બાદબાકી થાય એવો પ્રયાસ થયો છે. જેથી સરકાર અગાઉની ભરતી પ્રક્રિયા, જે અમદાવાદ કોર્પેરેશનમાં પણ એજ પ્રમાણે ભરતી થઇ છે, એના આધારે ભરતી કરે એવી માંગણી ઉચ્ચારી હતી. આ સાથે જ તેમની માંગને સરકારમાં પહોંચાડવાની વિનંતી પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details