ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં અઢી મહિના બાદ શરૂ થશે મુખ્ય શાક માર્કેટ, વેપારીઓના મોરચા બાદ પાલિકાનો નિર્ણય

કોરોના મહામારીના કારણે નવસારી જિલ્લાની શાક માર્કેટ અઢી મહિનાથી બંધ રહેતા માર્કેટમાં શાકભાજી વેચતા અંદાજે 300થી વધુ નાના વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. વારંવારની રજૂઆતો બાદ પણ પાલિકાના શાસકોએ માર્કેટ શરૂ કરવા મુદ્દે આળસ ન ખંખેરતા સોમવારે લારી અને ટોપલાવાળાઓએ પાલિકા કચેરીએ મોર્ચો માંડ્યો હતો. જ્યાં કોંગ્રેસે પણ પાલિકાના શાસકોને ગરીબ વિરોધી દર્શાવી માર્કેટ શરૂ કરવા આવેદન પાઠવ્યું હતું. જો કે વેપારીઓની રજૂઆતને પગલે પાલિકાએ મંગળવારથી શરતોને આધીન શાક માર્કેટ શરૂ કરવાની મંજૂરી આપી છે.

The main vegetable market will start in Navsari
નવસારીમાં અઢી મહિના બાદ શરૂ થશે મુખ્ય શાક માર્કેટ, વેપારીઓના મોર્ચા બાદ પાલિકાનો નિર્ણય

By

Published : Jun 8, 2020, 9:40 PM IST

નવસારીઃ કોરોના મહામારીના કારણે જિલ્લામાં શાક માર્કેટ અઢી મહિનાથી બંધ રહેતા માર્કેટમાં શાકભાજી વેચતા અંદાજે 300થી વધુ નાના વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. વારંવારની રજૂઆતો બાદ પણ પાલિકાના શાસકોએ માર્કેટ શરૂ કરવા મુદ્દે આળસ ન ખંખેરતા સોમવારે લારી અને ટોપલાવાળાઓએ પાલિકા કચેરીએ મોરચો માંડ્યો હતો. જ્યાં કોંગ્રેસે પણ પાલિકાના શાસકોને ગરીબ વિરોધી દર્શાવી માર્કેટ શરૂ કરવા આવેદન પાઠવ્યું હતું. જો કે વેપારીઓની રજૂઆતને પગલે પાલિકાએ મંગળવારથી શરતોને આધીન શાક માર્કેટ શરૂ કરવાની મંજૂરી આપી છે.

નવસારીમાં અઢી મહિના બાદ શરૂ થશે મુખ્ય શાક માર્કેટ, વેપારીઓના મોર્ચા બાદ પાલિકાનો નિર્ણય

રાજ્યમાં લોકડાઉન દરમિયાન પણ શહેરોમાં સોશિયલ ડિસ્ટનસિંગ સાથે શાક માર્કેટો શરૂ કરવામાં આવી હતી. પરંતુ નવસારી શહેરમાં પાલીકાએ મુખ્ય શાક માર્કેટ બંધ રાખી શાક વેંચતા વેપારીઓને ફરીને શાકભાજી વેચવા પાસ ઈશ્યુ કર્યા હતા. બીજી તરફ સરકારે લોકડાઉન-3 બાદ છૂટછાટો આપતા પાલિકાએ શાક વેંચતા વેપારીઓને શાક માર્કેટના મકાન અંદર ચાલતી દુકાનોને શરતોને આધીન શરૂ કરાવી હતી પરંતુ બહારની માર્કેટ શરૂ ન કરાતા ગરીબ તથા મધ્યમ વર્ગના અને શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવનારા નાના વેપારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની હતી.

નવસારીમાં અઢી મહિના બાદ શરૂ થશે મુખ્ય શાક માર્કેટ, વેપારીઓના મોર્ચા બાદ પાલિકાનો નિર્ણય

વેપારીઓએ નિયમોને આધીન માર્કેટ શરૂ કરવાની વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકાએ મંજૂરી આપી ન હતી. જેને કારણે માર્કેટમાં લારી અને ટોપલા લઇ શાકભાજી વેચતા અંદાજે 300 થી વધુ નાના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. જેથી સોમવારે માર્કેટના વેપારીઓએ મોર્ચો લઇ પાલિકાએ પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસે તકનો લાભ ઉઠાવી શાકભાજી વેચનારાઓના હિતમાં ચિંતા કરી પાલિકા વહેલી તકે માર્કેટ શરૂ કરાવે તેવી માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

નવસારીમાં અઢી મહિના બાદ શરૂ થશે મુખ્ય શાક માર્કેટ, વેપારીઓના મોર્ચા બાદ પાલિકાનો નિર્ણય

પાલિકાની શાક માર્કેટ બહાર બેસતા નાના વેપારીઓના વિરોધને પગલે શાસક પક્ષ દ્વારા પાલિકા ચીફ ઓફિસર સાથે બેઠક કરી, તાત્કાલિક ધોરણે લારીઓ અને ટોપલા લઇ બેસતા શાકભાજીવાળાને સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે માર્કેટ શરૂ કરવાની પરવાનગી આપી છે. જેમાં સોમવારે પાલિકા દ્વારા 136 લારીઓ મૂકવા માટેની જગ્યા નક્કી કરી હતી. જ્યારે ટોપલા લઈ આવતા શાકભાજી વેચનારાઓને અગાઉ મુજબ સવારે 100 અને બપોરે 100 મળી અંદાજે 200 નાના વેપારીઓ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જો કે કોંગ્રેસના આવેદન મુદ્દે શાક માર્કેટ શરૂ કરવાનો નિર્ણય ગત શનિવારે શાસકો સાથે બેઠક બાદ કરી દેવાયો હોવાની કેફિયત પાલિકા સીઓએ દર્શાવી હતી. શહેરની મુખ્ય શાક માર્કેટ અઢી મહિના બંધ રહી હતી, જેમાં શાકભાજી વેચનારા નાના વેપારીઓ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય આક્ષેપબાજીઓ પણ થઈ, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગીય શાકભાજીવાળાઓને 70 દિવસોમાં ઘણી રજૂઆતો બાદ મંજૂરી મળતા ખુશી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details