ગુજરાત

gujarat

ETV Bharat / state

દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં દીપડાઓનો આતંક, ભયના ઓથાર હેઠળ જીવતા ગ્રામજનો - gujarat latest news

નવસારી: હિંસક પ્રાણી ગણાતા દીપડાઓએ શિકારની શોધમાં દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં પોતાનો અડિંગો જમાવતા જલાલપોર, ગણદેવી, ચીખલી, વાંસદા તાલુકાના ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તકનો લાભ લઈ આ દીપડાઓ શેરડીના ખેતરોમાં છુપાઇને પશુ ચરાવતા માલધારીઓ તેમજ ઢોરોમાં હિંસક હુમલાઓ કરી દહેશત ઉભી કરી રહ્યા છે. આથી ઢોરોના રક્ષણ સામે એક મોટો સવાલ ઉભો થયો છે. તેમજ લોકોમાં દીપડાઓનો આતંક બંધ થાય એવી માગણીઓ કરાઇ રહી છે.

દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં દીપડાઓનો આતંક, ભયના ઓથાર હેઠળ જીવતા ગ્રામજનો

By

Published : Nov 24, 2019, 1:26 PM IST

શિડ્યુલ - ડીમાં આવતા પ્રાણી દીપડાને નુકશાન થાય તો નુકશાન કરનારાને કાયદાની જાળમાં ફસાવવાનો વારો પણ આવી શકે છે. સામાજિક વનીકરણ વિભાગે માનવજાતે દીપડાઓ સાથે રહેવાની આદત પાડવી પડશે એવો સંદેશો આપ્યો છે. સામાજિક વનીકરણ વિભાગ દીપડાઓના ત્રાસની ફરિયાદ માટે પાંજરાઓ મૂકીને તથા વિઝિટ લઈને સંતોષ માનતું હોય છે. પરંતુ તાજેતરમાં જલાલપોર, ગણદેવી, ચિખલી, વાંસદા તાલુકામાં દીપડાએ એક પછી એક મરઘાં, બકરા તેમજ ગાય પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં પશુપાલકોએ મોટા પ્રમાણમાં નુકશાની વેઠવી પડી છે.

દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં દીપડાઓનો આતંક, ભયના ઓથાર હેઠળ જીવતા ગ્રામજનો

જંગલો કપાઇ રહ્યાં છે અને સાથે જ વન્ય પ્રાણીઓનો શિકાર પણ થઇ રહ્યો છે. માનવે જંગલો કાપીને ઉભી કરેલ આફત હવે માનવને જ નડી રહી છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં વધેલ દીપડાઓનું આગમન માનવજીવનને ધ્રુજાવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details