ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના ચીખલી પોલીસ મથકમાં 2 આરોપીઓની શંકાસ્પદ આત્મહત્યા - Navsari Police Custody

નવસારીના ચીખલી પોલસ મથકમાં ચોરીના ગુનામાં ડાંગના વઘઇથી 2 આરોપીને લાવવામાં આવ્યા હતા. જે આરોપીએ પોલીસ કસ્ટડીમાં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેને લઇને તપાસનો ધમધામાટ શરૂ કરવામાં આવ્યો છે.

નવસારીના ચીખલી પોલીસ મથકમાં 2 આરોપીઓની શંકાસ્પદ આત્મહત્યા
નવસારીના ચીખલી પોલીસ મથકમાં 2 આરોપીઓની શંકાસ્પદ આત્મહત્યા

By

Published : Jul 21, 2021, 2:34 PM IST

  • પોલીસ કસ્ટડીમાં બંને આરોપીઓએ વાયરથી ફાંસો ખાધો હોવાની વાત
  • પોલીસ કસ્ટડીમાં આરોપીઓના મોત મુદ્દે તપાસ શરૂ
  • આરોપીઓએ આત્મહત્યા કરતા પોલીસ કામગીરી સામે પ્રશ્ન

નવસારી: નવસારીના ચીખલી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં ડાંગના વઘઇથી લવાયેલા 2 આરોપીઓએ પોલીસ કસ્ટડીમાં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે સુરત રેન્જના એડીજી, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપીઓના આત્મહત્યા મુદ્દે તપાસનો ધમધામાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :વાપીમાં પરિણીતાની આત્મહત્યા કેસમાં 4ની ધરપકડ, આરોપીઓ જેલ હવાલે

આરોપીઓને વધુ પડતો માર મરાયો કે આત્મહત્યા કરી..? પોલીસ કામગીરી સામે પ્રશ્નાર્થ

નવસારીના ચીખલી પોલીસ ગત રોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઢોલીપાડા ગામેથી સુનિલ ઉર્ફે લાલુ સુરેશ પવાર (19) અને વઘઇમાં રહેતા રવિ સુરેશ જાધવ (19)ને ચોરીના ગુનામાં શંકાના આધારે લાવી હતી. જેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે સવારે પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં સુનિલ અને રવિ બંને વાયરથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

આ પણ વાંચો:વાપીમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

તપાસનો ધમધામટ શરૂ કરાયો

ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને થતા દોડધામ મચી જવા પામી હતી. સાથે જ જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય તેમજ ચીખલી પ્રાંત અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધામટ શરૂ કર્યો હતો. સમગ્ર મુદ્દે ચીખલી પોલીસ મથકના PSO મંગીબેનની ફરિયાદને આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી નાયબ પોલીસ અધિક્ષક એસ. જી. રાણાને તપાસ સોંપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details