- કોરોના કાળમાં લોકો શોધી રહ્યા છે નોકરી
- નવસારીમાં વિદેશી નોકરીના નામે યુવતીને છેંતરવામાં આવી
- યુવતીએ છેતરપિંડીની કરી પોલીસ ફરીયાદ
નવસારી: કોરોના કાળમાં લોકોને નોકરી મળવી મુશ્કેલ બની છે. ભણેલા ગણેલા લોકો પણ ઓછા પગારે નોકરી કરવા તૈયાર થઈ જાય છે. આવા સમયમાં કોઈ વિદેશી નોકરીની ઓફર આવે તો રણમાં તળાવ મળ્યા જેવુ સુખ મળે છે. નવસારીની યુવતી પણ કોરોના કાળ પછી નોકરીની તલાસમાં હતી. તેને એક ટ્રાવેલ એજન્ટ દ્વારા વિદેશી નોકરીની ઓફર આવી હતી અને આ નોકરી તેની 3 લાખ ઉપરની પડી હતી. તે યુવતીની સાથે નોકરીની નામે છેતરપિંડી થઈ હતી.
નોકરીના નામે છેતરપિંડી
નોકરી માટે ગ્લોબલ ગેટવે ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક સોયેબ વલીમિયાંનો સંપર્ક કર્યો હતો. સોયેબે સિમ્પલ પાસેથી ઇમિગ્રેશન કંપનીની નોકરીની લાલચે રજિસ્ટ્રેશન અને અલગ-અલગ ખર્ચાને નામે ટૂકડે ટૂકડે કરી 3.75 લાખ રૂપિયા પડાવ્યા હતા. દરમિયાન તમારૂ કામ થઈ રહ્યુ છે, થોડો સમય લાગશે જેવી વાતો કરી સોયેબ દુબઇ મોકલવાની વાતને ટાળતો રહ્યો હતો. લાંબો સમય વિતતા સિમ્પલ પટેલને પોતે છેતરાઈ હોવાનો ભાસ થતા તેણે રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ સોયેબે રૂપિયા અન્ય વ્યક્તિને આપી દીધા હોવાની વાત કરી રૂપિયા આપવાની ના પાડી દીધી હતી.