નવસારી જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર પછી શેરડીનો પાક લેવાય છે. શેરડીના ખેડૂતોએ (Gandevi Sugar Factory) સહકારી માળખું રચી સ્થાપેલી ગણદેવી સુગર ફેકટરી, છેલ્લા 17 વર્ષોથી ભારતમાં સૌથી વધુ પ્રતિ ટન શેરડીના ભાવ આપતી ફેક્ટરી રહી છે. ત્યારે આજે સુગર ફેકટરીના કાર્યકારી ચેરમેન રતિલાલ પટેલ સહિત અન્ય ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં પૂજા વિધિ સાથે પિલાણ સિઝનનો પ્રારંભ કરાવ્યો હતો. (Sugar Factory Crushing Season)
સૌથી વધુ ભાવ આપતી સુગર ફેક્ટરીમાં પિલાણ સિઝન શરૂ - નવસારીમાં શેરડીના ભાવ
નવસારી ભારતમાં શેરડીના સૌથી વધુ ભાવો (Sugarcane prices in Navsari) આપતી ગણદેવી સુગર ફેક્ટરીમાં આજથી પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જલારામ જયંતિના પાવન (Gandevi Sugar Factory) અવસરે કાર્યકારી ચેરમેન રતિલાલ પટેલના હસ્તે પૂજન કરી પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુગરનો સારો ભાવ આપે એવી આશા સેવાઈ રહી છે. (Sugar Factory Crushing Season)
ખાંડ ઉત્પાદન મેળવવાનો લક્ષ્યાંક સુગર દ્વારા આ વર્ષ દરમિયાન 11.50 લાખ ટન શેરડી પીલાણ સામે 12 લાખ ટનથી વધુ ખાંડનું ઉત્પાદન મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગણદેવી સુગર ખાંડ સાથે બાય પ્રોડક્ટમાં મોલાસીસ, જેમાંથી રેકિટફાઇડ સ્પિરિટ અને તેમાંથી ઇથેનોલ બનાવે છે. સાથે બગાસ અને બાયો કંપોઝ ખાતરનું (Sugarcane prices in Navsari) ઉત્પાદન પણ કરે છે. ગત વર્ષે ગણદેવી સુગર દ્વારા 12 લાખ ટન શેરડીના પીલાણ સાથે 13.91 લાખ ટન ખાંડનું ઉત્પાદન મેળવ્યું હતું. જેની સાથે જ 90 હજાર ટન બગાસ, 27 હજાર ટન બાયો કંપોઝ ખાતર, 1.30 કરોડ લીટર રેકિટફાઇડ સ્પિરિટ અને 99.16 લાખ લિટર ઇથેનોલનું ઉત્પાદન મેળવી સારી એવી આવક મેળવી હતી. (Gandevi Sugar Factory Sugarcane)
સુગર સારો ભાવ આપે એવી આશા આ આવક થકી સુગર ફેક્ટરીએ ગત વર્ષે રાજ્યની તમામ સુગર ફેક્ટરીઓમાં પ્રતિ ટન શેરડીના ખેતર બેઠા 3961 રૂપિયા ભાવ ચૂકવ્યા હતા. જે ફેબ્રુઆરીથી મે મહિના સુધીમાં ક્રમશ: 100 રૂપિયાના વધારા સાથે ખેડૂતોને આપવામાં આવ્યા હતા. સુગર ફેક્ટરીની કાર્યપ્રણાલીની નવસારીના ખેડૂત સભાસદોમાં ખુશી છે અને આ વર્ષે પણ સુગર સારો ભાવ આપે એવી આશા સેવી રહ્યા છે. (Sugar factory in Gujarat)