કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને મોટા પાયે પાકોને નુકસાન થયું છે. જેમાં દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક અને ખેડૂતોની સધ્ધરતાનો આધાર ગણાતી શેરડીનું વાતાવરણના કારણે ઉત્પાદન ઓછું થયું છે. આ સાથે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ શેરડીના હારવેસ્ટિંગ સામે બ્રેક લગાવતા સુગરમિલોનું કામકાજ પાછળ ધકેલાયું છે.
કમોસમી વરસાદને પગલે શેરડીના હારવેસ્ટિંગમાં બ્રેક, ખેડુતોને માઠી અસર - Sugar mills
નવસારીઃ આ વર્ષે સારા વરસાદને લઈને ખેડૂતોના આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતાં, તો બીજી બાજુ કમોસમી વરસાદનું માવઠું ખેડૂતોને દુઃખના આંસુએ રડાવ્યા છે, ત્યારે શેરડીનો પાક લેનારા ખેડૂતો સાથે સુગરમિલોમાં ચિંતાના વાદળો છવાઇ ગયા છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ નામના રાક્ષસે માનવજાતને નષ્ટ કરવાની કસમ લીધી હોય તેવું વાતાવરણ ઉભું કરી દીધું છે શિયાળા, ચોમાસા કે ઉનાળામાં દરેક ઋતુઓના અનુભવ કરાવવાના કારણે સંવેદનશીલ ગણાતા પાકોને માઠી અસર પહોંચી છે.
![કમોસમી વરસાદને પગલે શેરડીના હારવેસ્ટિંગમાં બ્રેક, ખેડુતોને માઠી અસર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4971322-thumbnail-3x2-nav.jpg)
haha
કમોસમી વરસાદને પગલે શેરડીના હારવેસ્ટિંગમાં બ્રેક
દક્ષિણ ગુજરાતના ખેડૂતો પહેલા ડાંગરની ખેતી કરીને જીવનનિર્વાહ કરતા હતાં. પરંતુ, મોટા પ્રમાણમાં પાણીના સ્ત્રોતો મળી જતા શેરડીની ખેતી તરફ વળ્યાં શેરડીની ખેતી ખેડૂતો માટે લાભદાયક નિવડતા ખૂબ મોટા પ્રમાણમાં ખેતી થવા લાગી પણ છેલ્લા 5 વર્ષમાં કલાયમેટ ચેન્જની નજર ખેતીવાડી પર પડતા અહીં નુક્સાનીના વાદળો છવાતા રહ્યા છે. કમોસમી માવઠું ખેડૂતો માટે ખોટનો સોદા સમાન પુરવાર થઈ રહ્યું છે.