ગુજરાત

gujarat

ETV Bharat / state

શું આમ ભણશે બાળકો? 100થી વધુ વિદ્યાર્થીઓ 10 કિમી ચાલીને પહોંચે છે શાળા - વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ચાલીને શાળાએ જાય છે

નવસારી વાંસદા તાલુકાના ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ગામમાં માધ્યમિક શાળા ન હોવાથી અભ્યાસ કરવા માટે 8થી 10 કિલોમીટર પગપાળા ચાલવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓએ બંધ થયેલી એસ ટી બસ સેવા ફરી પુનઃ શરૂ થાય તેવી માગ કરી હતી. Students walk 8 to 10 kilometers to study, Students walk to school to study

શું આમ ભણશે બાળકો? 100થી વધુ વિદ્યાર્થીઓ 10 કિમી ચાલીને પહોંચે છે શાળા
શું આમ ભણશે બાળકો? 100થી વધુ વિદ્યાર્થીઓ 10 કિમી ચાલીને પહોંચે છે શાળા

By

Published : Aug 21, 2022, 12:14 PM IST

નવસારીશિક્ષણ માટે આદિવાસી ડુંગરાળ વિસ્તારના વિદ્યાર્થીઓએ કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, એનું જીવંત ઉદાહરણ છે ખાટાઆંબા. અહીંના 100થી વધુ વિદ્યાર્થીઓ ડુંગરાળ રસ્તાઓ જોખમી રીતે પાર કરી 8 થી 10 કિમી દૂર (Students walk 8 to 10 kilometers to study) આવેલી ઉચ્ચત્તર માધ્યમિક શાળાએ પગપાળા ચાલીને પહોંચે છે. ચોમાસામાં વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી થાય છે, ત્યારે સરકાર બસ સેવા શરૂ કરે એવી માગ ઉઠવા પામી છે.

શું આમ ભણશે બાળકો? 100થી વધુ વિદ્યાર્થીઓ 10 કિમી ચાલીને પહોંચે છે શાળા

આ પણ વાંચોચાલુ ટ્રેનમાંથી ઉતરવું દોશીમાંને ભારે પડ્યુ, RPFની સતર્કતા કામ આવી

વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે પગપાળા ચાલવા મજબૂર બન્યાનવસારીનાવાંસદા તાલુકાના અંતરિયાળ અને બોર્ડર વિલેજના આદિવાસી પહાડી વિસ્તારમાં વસેલું ખાટા આંબા ગામ જેમાં 19 ફળિયા અને 10,000 ની વસ્તી ધરાવતું આ ગામ છે. વિસ્તારમાં પણ ઘણું મોટું આ ગામ માધ્યમિક શાળા ન હોવાથી આ ગામના અંદાજિત 100 થી વધુ આદિવાસી બાળકો શિક્ષણ માટે આ ગામથી 6 કિમી દૂર ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા માટે જાય છે. આ વિદ્યાર્થીના ઘરો ડુંગર પર આવેલા છે. અભ્યાસ માટે તેઓ રોજ પોતાના ઘરથી મુખ્ય માર્ગ સુધી ઉબડખાબડ રસ્તાઓ તેમજ જાડી જંગલ વિસ્તારમાંથી પગપાળા અને પગદંડી જેવા રસ્તા ઉપર ચાલી મુખ્ય માર્ગ સુધી પહોંચવું પડે છે.

વિદ્યાર્થીઓના કપડા અને ચોપડા પલળી જાય છેચોમાસાની ઋતુમાં આ ડુંગરાડ વિસ્તારમાં કાદવ કીચડ તેમજ જગ્યા જગ્યાએ ઝરણાઓ ફૂટી નીકળતા હોય તેઓએ આ પરિસ્થિતિમાં પાણીમાંથી પસાર થવું પડે છે. અતિ ભારે વરસાદ હોય ત્યારે નાાળાઓમાં પાણી વધતા પણ જોખમ તેઓના માથે મંડળાઈ જાય છે. વરસાદના પાણીમાં તેઓના કપડા અને ચોપડા પણ કોઈક વાર પલળી જાય છે. આ પરિસ્થિતિમાં શાળામાં જાયતો છે પણ શાળામાં જઈ શાળાનું કઈ પણ કામ કરી શકતા નથી કારણ કે, તેઓના ચોપડા અને તેઓ પણ પલળેલા હોય છે.

અભ્યાસ પર સીધી અસર થાય છે વિદ્યાર્થીઓનેદરેક પરિસ્થિતિનો સામનો કરી તેઓ મુખ્ય રસ્તા સુધી પહોંચે છે, ત્યારબાદ મુખ્ય રસ્તાથી શાળા 6 km દૂર હોય તેઓ ફરી પાછા બે કલાક ચાલી શાળાએ પહોંચતા હોય છે. આ વિદ્યાર્થીઓ આવી કઠોર પરીસ્થિતિમાં પગપાળા ચાલી જ્યારે શાળાએ પહોંચે છે, ત્યારે તેઓ માનસિક અને શારીરિક રીતે થાકેલા હોય તેથી તેઓનું અભ્યાસમાં પણ ચિત ચોટતું નથી બીજી તરફ વાત કરીએ તો જ્યારે શાળા છૂટે છે. આ જ પરિસ્થિતિનો સામનો કરી તેઓ ફરી પોતાના ઘરે પહોંચે છે. ત્યાં પણ પરિસ્થિતિ આજ સર્જાય છે થાકને કારણે આ વિદ્યાર્થીઓ ઘરે પહોંચીને પણ ભણી શકતા નથી તેથી તેઓના અભ્યાસ પર સીધી અસર થાય છે.

આ પણ વાંચોગુજરાતના બે કેબિનેટ પ્રધાનના ખાતા છીનવાયા હર્ષ સંધવીની જવાબદારી વધી

150 થી વધુ વિદ્યાર્થીઓ ઘરેથી કરે છે અપડાઉનબોરીયાછમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12 માં કુલ 450 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળામાં કુમાર અને કન્યા છાત્રાલય પણ કાર્યરત છે. આસપાસના રંગપુર, બોરીયાછ, લાચકડી, ખાટાઆંબા, નવાપુર, વાસિયા, તળાવ મળી 6 ગામોના 150 થી વધુ વિદ્યાર્થીઓ ઘરેથી અપડાઉન કરે છે. આ વિસ્તાર અંતરિયાળ વિસ્તાર હોવાથી અહીં પેસેન્જરની યોગ્ય સંખ્યાના મળતા એસ ટી બસ સેવા બંધ થઈ હતી જેના કારણે પહાડી વિસ્તાર પરથી આવતા બાળકોએ જોખમી રીતે પગપાળા કલાકો ચાલી શાળાએ પહોંચવું પડે છે. તેથી શાળાએ પહોંચી બાળકો યોગ્ય ઉત્સાહિત રહી શકતા નથી અને થાકને કારણે સીધી અસર એમના અભ્યાસ પર હોય છે. બંધ પડેલી એસ ટી સેવા ફરી શરૂ કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે ફૂર્તીલા રહે તો તેઓનું ભવિષ્ય ભવિષ્ય ઉજવળ બની શકે એવી અપેક્ષાઓ ગામ આગેવાનો અને શાળાના શિક્ષકો પણ સેવી રહ્યા છે. આ આદિવાસી વિદ્યાર્થીઓ કઠોર પરિસ્થિતિમાંથી પસાર થઈને પણ પોતાની ભણવાની ધગસ અને ઉત્સાહમાં કોઈ કમી આવા દેતા નથી. આથી ગુજરાત સરકાર પણ આ આદિવાસી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને જોઈ એસ.ટી બસ સેવા ફરી પુનઃ શરૂ કરે એ જ સમયની માગ છે.

ABOUT THE AUTHOR

...view details