ગુજરાત

gujarat

ETV Bharat / state

ત્રાસ યથાવત્, રખડતા ઢોરોએ ફરી મહિલાને લીધી અડફેટે

નવસારીમાં રખડતા ઢોરોએ ફરીવાર મહિલાને (stray cattle woman attack in Navsari) લીતા ભાગદોડ મચી ગઈ હતી. મહિલાને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. (Navsari Civil Hospital)

ત્રાસ યથાવત્, રખડતા ઢોરોએ ફરી મહિલાને લીધી અડફેટે
ત્રાસ યથાવત્, રખડતા ઢોરોએ ફરી મહિલાને લીધી અડફેટે

By

Published : Oct 13, 2022, 9:27 AM IST

નવસારીરાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય (stray cattle woman attack in Navsari) છે. તે પછી અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય કે પછી અન્ય કોઈ શહેર હોય. અઠવાડીયામાં કેટલાક વખત રખડતા ઢોરને લઈને દુખ સમાચાર સામે આવી રહેતા હોય છે. ત્યારે ફરી એકવાર નવસારીમાં રખડતા ઢોરે મહિલાને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. રખડતા ઢોરે મહિલાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. તેથી મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. (Navsari Civil Hospital)

રખડતા ઢોરોએ ફરી મહિલાને લીધી અડફેટે

શું હતી સમગ્ર ઘટના નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં રહેતા 51 વર્ષીય પાર્વતીબેન ઘરકામ કરીને પોતાનું જીવન વ્યતીત કરે છે. ગઈકાલે પાર્વતી ઘરકામ કરવા જવા માટે નીકળ્યા હતા, ત્યારે ઘરથી થોડા જ અંતરે દૂર પહોંચ્યા હતા ત્યા એક રખડતા ઢોરે એમને અડફેટે લેતા એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તાત્કાલિક ધોરણે તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી. (Torture stray cattle in Navsari)

રખડતા ઢોરોનો યક્ષ પ્રશ્ન ઉલ્લેખનીય છે કે, શહેરમાં દિવસ અને દિવસે રખડતા ઢોરોનો યક્ષ પ્રશ્નબનતો જાય છે. ક્યારે રોડ રસ્તા પર રખડતા ઢોર ફરતા અથવા બેસી જતા હોવાથી વાહન ચાલકોને પણ હેરાન પરેશાન કરી મૂકે છે. તો ક્યારે લોકોને પાછળથી પણ શિંગ મારીને પછાડી દે છે. ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા આ પ્રશ્નનો ઉકેલ જલ્દીથી લાવે એવી માંગ પણ છે. (stray cattle problem in Navsari)

ABOUT THE AUTHOR

...view details