નવસારીમાં બે આખલાઓ રોડ પર બાખડતા લોકોમાં ભયનો માહોલ નવસારી : રખડતા ઢોરનો આતંક નવસારીમાં માથાના દુખાવો સમાન બની રહ્યો છે. રખડતા ઢોરો રસ્તાની વચ્ચે અડિંગો જમાવી બેસતા ટ્રાફિકજામ સાથે અકસ્માતોના બનાવવામાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે, ત્યારે આ અકસ્માતોથી ઘણીવાર રાહદારીઓને અકસ્માત (Navsari Municipality operation) થતાં મૃત્યુને ભેટવાનો પણ વારો આવતો હોય છે. નવસારી શહેરના જમાલપુર વિસ્તારમાં બે રખડતા ઢોરો રસ્તાની વચ્ચોવચ બાખડતા ત્યાંથી પસાર થતાં વાહનચાલકો હોય કે રસ્તે ચાલતા રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. (bulls fought in Navsari)
આ પણ વાંચોરખડતા ઢોરનો આતંક: બાળકીને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી
બે આંખલાઓ લડતા ભયનો માહોલ બે આંખલાઓ રસ્તાની વચ્ચોવચ લડતા ટ્રાફિકજામના (stray cattle Torture in Navsari) દ્રશ્યો જોવા મળ્યા હતા. આ બે આખલાઓ લડતા લડતા રસ્તાની બાજુમાં આવેલા ફેન્સીંગ કરેલા પ્લોટની ફેન્સીંગ પણ તોડી નાખી હતી. તેથી રાહદારીઓએ તેમજ વાહનચાલકોએ સતર્કતા દાખવી પોતાના વાહનો જગ્યા પર થોભાવી દીધા હતા. ભૂતકાળમાં આ રખડતા ઢોર બાબતે ગંભીર અકસ્માત પણ સર્જાયા છે. તેમ છતાં આ પ્રશ્ન યક્ષ પ્રશ્ન તરીકે ઉભરી આવ્યો છે, કારણ કે રખડતા ઢોરોએ અનેક લોકોને ઈજાગ્રસ્ત કરતા પાલિકા પર પીડિત પરિવારના સભ્યોએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાના ભૂતકાળમાં દાખલા પણ બન્યા છે. (stray cattle Torture in Jamalpur)
આ પણ વાંચોજાહેર માર્ગો પર ઘાસચારો વેચનાર, ખવડાવનાર સામે એક્શન, સાત લોકો સામે ફરિયાદ
રખડતા ઢોરને લઈને સમસ્યા પાલિકા સમયાંતરે ઢોર પકડવાની કામગીરી કરે છે, છતાંય આખલા અને રખડતી ગાયો ક્યારેક રાહદારીઓ માટે ખતરા રૂપ બને છે. જેના કારણે ભૂતકાળમાં એક યુવાનને ગંભીર ઈજા થવાની સાથે એક યુવાનનું બાઈક ઢોર સાથે અથડાવાને કારણે ઘટના સ્થળે મૃત્યુ પણ થયું હોવાની બનાવ બન્યો છે. જ્યારે પાલિકા આવા રખડતા ઢોરોના પ્રશ્નોનુ જલદી નિરાકરણ લાવે એવી સમયની માંગ ઊભી થઈ છે. આ ઉપરાંત બનાસકાંઠાના ડીસામાં પણ એક આઠમા ધોરણમાં અભ્યાસ કરતી એક બાળકીને આખલાએ અડફેટે લેતા આ બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી છે. જોકે, ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે, નવસારી પાલિકા કેટલા સમયમાં રખડતા ઢોરને કામગીરી હાથ ધરે છે. (stray cattle torture cases)