- કોરોનાની રસીના 50 ડોઝ સામે ચાર ગણા લોકો રસી લેવા પહોંચ્યા
- 45થી વધુ ઉંમરના લોકો કોરોના રસીનો બીજો ડોઝ લેવા પહોંચ્યા હતા
- રસી આપવામાં લાગવગશાહી દેખાતા લોકોએ કર્યો હોબાળો
- હોબાળા બાદ કોરોના રસીના વધુ ડોઝ ફાળવાયા
નવસારીઃજિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે કોરોનાને કાબૂમાં કરવા માટે કોરોનાની રસી અમોઘ શસ્ત્ર સાબિત થાય એમ છે. જેથી જિલ્લામાં વિવિધ સ્થળોએ રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. નવસારી શહેરના રૂસ્તમવાડી વિસ્તારમાં આવેલા પાલિકાના કોમ્યુનિટી સેન્ટર પર આરોગ્ય વિભાગે રસીકરણ કેન્દ્ર શરૂ કર્યુ છે.
નવસારીના રૂસ્તમવાડી રસી કેન્દ્ર પર સોશિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા આ પણ વાંચોઃ જૂનાગઢના રસીકરણ સેન્ટરમાં રસીનો જથ્થો ખૂટી પડ્યો
45 વર્ષથી ઉપરના લોકો બીજો ડોઝ લેવા પહોંચ્યા
જ્યાં આજે શુક્રવારે 45 વર્ષથી ઉપરના લોકો બીજો ડોઝ લેવા પહોંચ્યા હતા પરંતુ કેન્દ્ર ઉપર રસીના ફક્ત 50 ડોઝ હતા. જેની સામે રસી મુકાવનારા લોકોની સંખ્યા 150થી વધુ હતી. જેના કારણે રસીકરણ કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા લોકો કોરોનાને નાથવા નહીં પરંતુ કોરોના ફેલાવવા પહોંચ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં પણ રસીકરણ સ્ટાફ લાગવગશાહી ચલાવતો હોવાના કારણે લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેથી અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમણે મામલો થાળે પાડ્યા બાદ કોરોના રસીના વધુ ડોઝ કેન્દ્રને ફાળવી મોટાભાગના લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતુ
45થી વધુ ઉંમરના લોકો કોરોના રસીનો બીજો ડોઝ લેવા પહોંચ્યા હતા આ પણ વાંચોઃ પાટણમાં કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લેવા લાગી લાંબી લાઈનો