- નવસારીના આદિવાસી પટ્ટામાં સ્મૃતિ ઈરાની કોંગ્રેસનો ગઢ તોડવા મેદાનમાં
- ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની ચીખલીમાં
- ચીખલીના સમરોલીમાં ચુંટણીલક્ષી સભામાં મતદારોને રિઝવવાનો પ્રયાસ
પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપને સહયોગ આપવા જનતા આતુરઃ સ્મૃતિ ઈરાની - ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચુંટણીના પ્રચાર માટે નવસારીના આદિવાસી પટ્ટાના કોંગ્રેસના ગઢ ગણાતા ત્રણ તાલુકાઓમાં ભાજપના આગેવાન સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીએ સભા સંબોધી હતી અને વસંત પંચમીની શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્મૃતિ ઈરાની
નવસારી : સ્થાનિક સ્વરાજની ચુંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચુક્યું છે અને ભાજપ નવસારીના આદિવાસી પટ્ટાના કોંગ્રેસના ગઢ ગણાતા ત્રણ તાલુકાઓ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. ત્યારે આજે નવસારીના વાંસદા બાદ ચીખલીના સમારોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચુંટણી સભામાં રાહુલ ગાંધીના આસામના નિવેદન સામે ગુજરાતમાં ચુંટણી લડી, ચાની ચા અને પાણીનું પાણી કરવાની ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી.