ગુજરાત

gujarat

ETV Bharat / state

કાગળ પર કંપની બનાવી સરકારને લાખોનો ચુનો ચોપડ્યો

નવસારીમાં ભંગારના વેપારીએ GSTમાંથી (Gujarat navsari GST kombhand) ઇનપુટ ક્રેડિટ મેળવવા કાગળ (Company On Paper To Get Input Credit From GST) પર કંપની બતાવી સરકારને 18 લાખનો ચૂનો ચોપડ્યો હોય તેવી ઘટના સામે (Scrap Dealer Cheated The Government Of Rs 18 Lakh) આવી છે. સરકારને ચૂનો ચોપડતા નવસારી SOG પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.

Company On Paper To Get Input Credit From GST
Company On Paper To Get Input Credit From GST

By

Published : Dec 18, 2022, 12:49 PM IST

Updated : Dec 18, 2022, 1:10 PM IST

સરકારને લાખોનો ચુનો ચોપડ્યો

નવસારી:નેશન વન ટેક્સ હેઠળ શરૂ થયેલ GSTમાં (one nation one tax)વેપારીઓ ઈનપુટ ક્રેડિટ મેળવવા (Company On Paper To Get Input Credit From GST) માટે બોગસ પેઢી પણ ઉભી કરી નાખતા હોય છે. જેમાં મોટાપાયે કૌભાંડો થતા સરકારી તિજોરીને કરોડોનું નુકસાન સામે આવ્યુ (Gujarat navsari GST kombhand) છે. નવસારીના થાલા ગામે ભંગારના વેપારમાં GST નંબર મેળવી, મહિનાના ભાડે વેપારીને આપી, ભંગારના વેપારીએ 10 લાખથી વધુની ઇનપુટ ક્રેડિટ મેળવી સરકારને ચૂનો (Scrap Dealer Cheated The Government Of Rs 18 Lakh)ચોપડતા નવસારી SOG પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.

આ પણ વાંચોલોભામણી લાલચ આપી ભેજાબાજે ખંખેરી લીધા 23 લાખ રૂપિયા

ભારત સરકાર દ્વારા વન નેશન,વન ટેક્સ હેઠળ વર્ષ 2017માં જુદી જુદી કેટેગરીમાં GST લાગુ કર્યો(one nation one tax) છે. જેમાં GST બચાવવા વેપારીઓ ઇનપુટ ક્રેડિટ મેળવતા હોય (Company On Paper To Get Input Credit From GST)છે. સુરતના અબ્દુલ ગફાર શેખ દ્વારા પોતાના દસ્તાવેજો ઉપર 'ઇન્ડિયા સ્ટીલ' નામની પેઢી શરૂ કરવા GST નંબર મેળવ્યો હતો. ભંગારનો વેપાર કરવા વસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામે આવેલ શિવકૃપા હોટલની સામેની દુકાનની ઉપરનો શેડ 7000 રૂપિયાના ભાડે લીધો હતો. ત્યારબાદ આમિર હાલાણી નામના વેપારીને GST નંબર મહિને 50,000 રૂપિયા આપવાના મૌખિક કરારથી આપ્યો(Company On Paper To Get Input Credit From GST) હતો.

આ પણ વાંચો100 ટકા ડ્યૂટી ન ભરવા સિગારેટનું સ્મગલિંગ, સુરતથી ઝડપાયો 40 લાખની સિગારેટનો જથ્થો

GST નંબર મળ્યા બાદઆમિર હાલાણીએ ભંગારના સામાનની ખરીદી પરફેક્ટ ઇમ્પેક્ષમાંથી થઈ હોવાનું અને તેનું વેચાણ વડોદરાના સાવલી ખાતે આવેલ મોર્ડન રોલ એન્ડ એન્જિનિયરિંગ પ્રા. લિ. અને વલસાડની જે. કે. એન્ટરપ્રાઇઝને કર્યુ હતુ. જેમાં 55 લાખ રૂપિયાની ખરીદી વધુ બતાવી વેપારી આમિર હાલાણીએ GST વિભાગમાંથી 18% લેખે 10 લાખ 354 રૂપિયાની ઇનપુટ ક્રેડિટ મેળવી હતી. ઇન્ડિયા સ્ટીલ નામની પેઢી ફક્ત કાગળ પર જ હતી અને એના વ્યવહારો પણ કાગળ પર થયા હતા. જેથી સરકારની તિજોરીને 10 લાખથી વધુનો ચૂનો ચોપડતા, હરકતમાં આવેલા GST વિભાગે સમગ્ર તપાસ બાદ પોલીસ ફરિયાદ માટે આદેશ કરતા, નવસારી SOG પોલીસ દ્વારા GST નંબર લેનારા અને સુરતના અબ્દુલ ગફાર શેખ સામે ગુનો નોંધી આમિર હાલાણી તેમજ અન્ય આરોપીઓને શોધી કાઢવા તપાસને વેગ આપ્યો છે.

Last Updated : Dec 18, 2022, 1:10 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details