શાળાના બાળકો દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનો મહત્વનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો નવસારી : બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને ખીલવવા નવતર વિષયો સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાતા હોય છે. જેમાં આજે નવસારી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે ઝોન કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં વિજેતા થયેલ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અહીં વિજેતા થનાર કૃતિ રાજ્યકક્ષાએ દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.
ગણિત વિજ્ઞાન પ્રદર્શનપ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના મગજનો ઉપયોગ કરી પોતાની કલ્પના શક્તિ સાથે ગણિત અને વિજ્ઞાનના શૈક્ષણિક માર્ગદર્શન થકી ઇનોવેટીવ પ્રોજેક્ટ બનાવે એવા ઉદ્દેશ્ય સાથે દર વર્ષે NCERT શાળાઓમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવે છે. જેમાં જિલ્લા કક્ષાએ વિષયાનુસાર વિજેતા થયેલ પ્રથમ કૃતિઓને ઝોન કક્ષાના પ્રદર્શનમાં પ્રસ્તુત કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાંથી 5 અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 5 મળી કુલ 10 કૃતિઓ એક જિલ્લામાંથી, એમ ઝોનના 7 જિલ્લાઓમાંથી 70 કૃતિઓ બે દિવસના પ્રદર્શનમાં નિહાળી શકાશે.
આ પણ વાંચોશેરડીના કુચાનો ઉપયોગ કરી વિધાર્થીઓએ બનાવી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ
અનેક વિષયો પર આધુનિક સમસ્યાઓના પ્રોજેક્ટ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ અનેક વિષયો પર આધુનિક સમસ્યાઓના અંત માટે વિચારીને પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. જેમાં વાંસદા તાલુકાના રંગપુર ગામની પ્રાથમિક શાળા દ્વારા હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ લઈ તેને વીજળી ઉત્પન્ન કરવામાં મદદરૂપ બનાવવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. કાર્બન ડાયોક્સાઈડને ગેસમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત કરી, સાંજના કે સવારના સમયે વીજળીની વધુ જરૂરિયાત હોય ત્યારે ફોર્સથી ટરબાઈન પર ફેંકી તેમાંથી વીજળી ઉત્પન્ન કરવાનો આઈડિયા રજૂ કર્યો હતો. જે એક વિશાળ બેટરી જેવું કામ કરશે, જ્યારે વીજળીનો વપરાશ વધુ હોય ત્યારે એના ઉપયોગ થકી વીજળી મેળવી શકાશે. તેમજ પર્યાવરણને પણ શુદ્ધ રાખવામાં મોટી મદદ મળશે. આ પ્રોજેક્ટ વ્યવહારુ જીવનમાં સ્થાપવામાં આવે, તો 100 વર્ષની આવરદા આંકવામાં આવી છે.
આ પણ વાંચોSciences Exhibition At Gujarat University: વિજ્ઞાન પ્રદર્શનમાં શિક્ષણપ્રધાને વિદ્યાર્થીઓને આપી મહત્વની સલાહ
વીજળીની કટોકટી નિવારી શકાયહાલ દેશની બે મોટી સમસ્યાઓ વીજળી અને પ્રદૂષણ તો આ પ્રોજેક્ટ વિજળી ઉત્પન્ન કરવા માટે અને પ્રદૂષણ રોકવા માટે મહત્વનો પ્રોજેક્ટ લોકો રાખ્યો હતો. વિદ્યાર્થીઓમાં ગર્ભિત પ્રતિભાને ખીલવવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન મહત્વનું કામ કરે છે, જેમાંથી જ કોઈ ભવિષ્યનો ગણિતજ્ઞ કે વૈજ્ઞાનિક બનીને ભારતને ગર્વ અપાવી શકે છે. વિદ્યાર્થી જૈનીલ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દ્વારા વ્યય થતી વીજળીને અટકાવવા માટે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ જાળવી શકાશે. મોટી સમસ્યા આજે વીજળીની કટોકટોની છે તેને પણ નિવારી શકાય છે.