નવસારીઃ ગુજરાત સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્રથી સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્યા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય એ શાળાઓને નજીકની શાળાઓમાં મર્જ કરવાની જાહેરાત કરી હતી. નવસારી જિલ્લામાં પણ 700થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, એમના મર્જની તૈયારી કરાઈ હતી.
નવસારી જિલ્લાના ચીખલીની દેગામ કન્યા શાળાના મર્જ સામે ગ્રામજનોનો વિરોધ, કોંગી ધારાસભ્ય સાથે કર્યા ધરણા દરમિયાન શિક્ષણ વિભાગની વીડિયો કોન્ફરન્સમાં મળેલા આદેશાનુસાર ચીખલી તાલુકાના દેગામ ગામમાં આવેલી કન્યા શાળા અને કુમાર શાળાને મર્જ કરી એક શાળા કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં તાલુકા-જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન મળતા મંગળવારે ગામના આગેવાનોએ શાળાના વાલીઓ સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં શાળામાં જ ધરણા કર્યા હતા. સાથે જ શાળા મર્જને રદ્દ કરવાની માંગણી ઉચ્ચારી હતી.
નવસારી જિલ્લાના ચીખલીની દેગામ કન્યા શાળાના મર્જ સામે ગ્રામજનોનો વિરોધ, કોંગી ધારાસભ્ય સાથે કર્યા ધરણા દેગામ ગામે કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાલીઓના ધરણાની જાણ થતા જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દોડીને શાળાએ પહોંચ્યા હતા. જ્યા તેમણે શાળા SMCના સભ્યો તેમજ ધારાસભ્યને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ધોરણ 1થી 5માં વિદ્યાર્થીઓની સંખ્યા 150થી ઓછી અને ધોરણ 6થી 8માં 100થી ઓછી છે, જેથી શાળા મર્જ કરવામાં આવી હોવાની કેફિયત રજૂ કરી હતી.
નવસારી જિલ્લાના ચીખલીની દેગામ કન્યા શાળાના મર્જ સામે ગ્રામજનોનો વિરોધ, કોંગી ધારાસભ્ય સાથે કર્યા ધરણા પરંતુ 120 વર્ષ જૂની શાળા હોવાની સાથે હાલ કન્યા શાળામાં 133 વિદ્યાર્થીનીઓ તેમજ કુમાર શાળામાં 157 વિદ્યાર્થીઓ છે, જેથી કન્યા શાળાના મર્જને અટકાવવા માટેની માંગ કરવામાં આવી છે, જે રજૂઆતને જિલ્લા શિક્ષણાધિકારી સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું.
નવસારી જિલ્લાના ચીખલીની દેગામ કન્યા શાળાના મર્જ સામે ગ્રામજનોનો વિરોધ, કોંગી ધારાસભ્ય સાથે કર્યા ધરણા એક જ પરિસરમાં સદી વટાવી ચુકેલી દેગામ કુમાર અને કન્યા શાળાને પરિપત્ર વિના, થોડા મહિનાઓ અગાઉ થયેલી શિક્ષણ વિભાગની વીડિયો કોન્ફરન્સમાં મર્જ કરવાનો મૌખિક આદેશ અપાયો હોવાનું સામે આવતા ગ્રામજનો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
નવસારી જિલ્લાના ચીખલીની દેગામ કન્યા શાળાના મર્જ સામે ગ્રામજનોનો વિરોધ, કોંગી ધારાસભ્ય સાથે કર્યા ધરણા