ગોલ્ડન ગર્લ સરિતા પગમાં ઇજાને કારણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી બહાર - નવસારી સમાચાર
નવસારીઃ ગુજરાતની ગોલ્ડન ગર્લ કે જે રાજ્યના નાના એવા ગામમાંથી આવીને સમગ્ર વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે રાજ્યનું નામ રોશન કર્યું છે. પરંતુ, હાલ સરિતા ગાયકવાડ પોલેન્ડના દોગા ખાતે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી બહાર થઇ છે. પોતાને પગમાં ઇજા થવાને કારણે સરિતાએ પોતાનું નામ પરત લીધું છે. તે ઉપરાંત પગમાં ગાઠનું ઓપરેશન કરવાના કારણે ડૉકટરે તેને 10 દિવસ આરામ કરવાની સલાહ પણ આપી છે.

ગોલ્ડન ગર્લ સરિતા પગમાં ઇજાને કારણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી બહાર
એશિયન ગેમ્સમાં રીલે દોડમાં ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારમાંથી આવતી સરિતા ગાયકવાડે વિવિધ પ્રયત્નો થકી દેશનું નામ રોશન કર્યું છે, ત્યારે પોલેન્ડ ખાતે યોજાનારી ગેમ્સમાં ભાગ ન લઇ શકે તેનું દુઃખ વ્યક્ત કરી રહી છે. ગોલ્ડન ગર્લ આ વખતે એશિયન ગેમ્સમાં ભાગ લઇ નથી રહી તેનું પરિવાર સહિત દેશને પણ દુઃખ છે, પરંતુ તેનું સ્વાસ્થ્ય પણ તેટલું જ મહત્વનું છે, તેથી આવતા વખતે સારા સ્વાસ્થ્ય સાથે તે મેદાનમાં ઉતરે તેવી શુભકામના સાથે સમગ્ર રાજ્ય સહિત દેશ ગોલ્ડન ગર્લની સાથે ઉભો છે.
ગોલ્ડન ગર્લ સરિતા પગમાં ઇજાને કારણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી બહાર