ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં અફઘાનિસ્તાનમાંથી બે આતંકવાદી ઘુસ્યા હોવાની વાત અફવા સાબિત થઈ - gujratpolice

નવસારી: ગુજરાતમાં અફઘાનિસ્તાનમાંથી બે આતંકવાદી ઘુસ્યા હોવાની અફવા ફેલાઈ હતી. ત્યારે, આ વાત અફવા સાબિત થઈ છે. અફઘાનિસ્તાનથી બે યુવાનો નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા માટે આવ્યા હતા. જેને ગુપ્તચર એજન્સીઓ દ્વારા આતંકી સમજીને સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

etv bharat navsari

By

Published : Aug 21, 2019, 10:33 AM IST

ગુજરાતમાં અફઘાનિસ્તાનમાંથી બે આતંકવાદી ઘુસ્યા હોવાની વાત અફવા સાબિત થઈ છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં આતંકવાદી ઘુસ્યા છે. અને મોટો હુમલો કરવાની વાત ચર્ચાઈ રહી હતી. આ સાથે જ એક યુવાનનો સ્કેચ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગુપ્તચર એજન્સીઓએ પણ આતંકવાદી ઘુસ્યાના ઈનપુટ આપ્યા બાદ ગુજરાતની રાજસ્થાન અને મધ્યપ્રદેશને પાસે આવેલી બોર્ડર સીલ કરવામાં આવી હતી.

ગુજરાતમાં અફઘાનિસ્તાનમાંથી બે આતંકવાદી ઘુસ્યા હોવાની વાત અફવા સાબિત થઈ

સુરતના એક નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીર જેવા યુવકો વડોદરાથી નવસારી જતી બસમાં જોતાં સુરતના પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી. નાગરિકના ફોન પછી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. નવસારી SOGએ તપાસ હાથ ધરતા આ બંને યુવકો અફઘાનિસ્તાનના હોવાનો ખુલાસો થયો હતો.

આ બંને યુવાનોને પોલીસ સ્ટેશન લઇ આવીને તેમની પાસે રહેલા દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા. એજન્સીઓ સાથે પણ તેનું વેરિફિકેશન કરાયા બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા. આ યુવાનો પાસે વિદેશી ચલણ હતું. અફધાનિસ્તાનના વિદ્યાર્થીઓ કાબુલથી દિલ્હી પ્લેન મારફતે આવ્યા હતા. દિલ્હીથી વડોદરા ટ્રેન મારફતે આવી અને વડોદરાથી બસમાં નવસારી આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ યુવાનો નવસારી એગ્રીકલ્ચર કોલેજમાં માસ્ટર ડીગ્રીનો અભ્યાસ કરવા માટે આવ્યા છે.

મોહમ્મદ શારીફ સાફી અને સઈદુલ્લા ઘાની અફઘાની નામના આ બે યુવાનોને અફગાનિસ્તાનમાં આવેલી ભારતીય દુતાવાસ દ્વારા માસ્ટર ડિગ્રીના અભ્યાસ માટે વિઝા આપવામાં આવ્યા હતા. આ બન્ને યુવાનો પાસે અફઘાનિસ્તાનના પાસપોર્ટ અને ભારતના કાયદેસરના વિઝા હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details