નવસારી: જિલ્લા ની ચારેય વિધાનસભાનવસારી જિલ્લા ની ચારેય વિધાનસભા બેઠકો ઉપર કબજો કરવા ભાજપે એડી ચોટી નું જોર લગાવ્યું હતું.(Ruling party leader resigns as BJP loses Vasada ) પરંતુ વાંસદા બેઠક ઉપર ભગવો લેહરાવવા નું ભાજપ નું સ્વપ્ન રોળાયું હતું. તેથી વાંસદા બેઠક પર ભાજપની હારથી શાસક પક્ષના નેતા એ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી જિલ્લા ભાજપ પ્રમુખનેપોતાનું રાજીનામું આપ્યું હતું.
પિયુષ પટેલ ને ટીકીટ આપી હતી:નવસારી જિલ્લા ને સંપૂર્ણ ભગવા રંગે રંગી નાખવાનું ભાજપ નું સ્વપ્ન ફરી એક વાર રોળાયું છે. કોંગ્રેસ નો ગઢ ગણાતી વાંસદા બેઠક કબજે કરવા ભાજપે એડી ચોટી નું જોર લગાવ્યું હતું તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ વાંસદા બેઠકને રાજકીય રીતે દત્તક લીધી હતી અને વાંસદા બેઠક ઉપર ભાજપે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત અને નાયાબ મામલતદાર તરીકે નોકરી છોડી રાજકારણ માં આવેલા પિયુષ પટેલ ને ટીકીટ આપી હતી. જેમને જીતાડવા માટે સમગ્ર જિલ્લા ભાજપ સંગઠન સહિત મોવડી મંડળ પણ કામે લાગ્યું હતું. બેઠકો સભાઓ અને પ્રચંડ રેલીઓ નો દોર ચલાવી ભાજપે આદિવાસી મતદારો ને પોતાના તરફ આકર્ષવાના તમામ પૂરતા પ્રયાસ કર્યા હતા.
વાસદા વિધાનસભા બેઠક ભાજપે ગુમાવતા નેતાએ આપ્યું રાજીનામું - piyush patel resign
નવસારી જિલ્લા ની ચારેય વિધાનસભા બેઠકો ઉપર કબજો કરવા ભાજપે એડી ચોટી નું જોર લગાવ્યું હતું.(Ruling party leader resigns as BJP loses Vasada ) પરંતુ વાંસદા બેઠક ઉપર ભગવો લેહરાવવા નું ભાજપ નું સ્વપ્ન રોળાયું હતું. તેથી વાંસદા બેઠક પર ભાજપની હારથી શાસક પક્ષના નેતા એ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી જિલ્લા ભાજપ પ્રમુખનેપોતાનું રાજીનામું આપ્યું હતું.
રાજીનામાનો દોર શરૂ:ભાજપ ના ઉમેદવાર પિયુષ પટેલ તેમજ ભાજપ સંગઠન દ્વારા વાંસદા બેઠક કબજે કરવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો હતો. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉમેદવાર પિયુષ પટેલ ને જીત ના આશીર્વાદ આપ્યા હતા.પરંતુ જનતા નો જનાદેશ પ્રાપ્ત કરવામાં ભાજપ વાંસદા બેઠક ઉપર ફરી એકવાર નિષ્ફળ રહ્યું હતું ત્યારે વિધાનસભાના ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આજે રાજીનામાનો દોર શરૂ થયો હતો વાંસદા વિધાનસભા મત ક્ષેત્રમાં ભાજપ તરફી મતદાન કરાવવામાં નિષ્ફળ રહેતા જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી એ પોતાનું રાજીનામું નવસારી જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહને આપતા રાજકીય ભૂચાલ ની પરસ્થીતી સર્જાઈ છે.