નવસારી: નવસારીના વેડછા ગામ પાસે રેલવેટ્રેક નજીક ચોરીની ઘટનામાં તપાસ કરતા RPFના જવાન હર્ષદ (RPF Soldier Dead By Kisan Express In navsari) ટંડેલ કિસાન સ્પેશ્યલ ટ્રેનની અડફેટે ચડતા તેમનું ફરજ દરમિયાન જ કરૂણ મોત નીપજ્યું હતુ. હર્ષદ ટંડેલે થોડા મહિના અગાઉ ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી બાળકીને શોધી બચાવી હતી.
આ પણ વાંચો:મોરબીના વીસી ફાટક નજીક ટ્રેન અડફેટે યુવાનું મોત
RPF જવાન હર્ષદના મોતથી પરિવારે આધાર સ્તંભ ખોયો
નવસારી રેલવે પ્રોટેકશન ફોર્સમાં ફરજ બજાવતા RPF જવાન હર્ષદ ટંડેલ ચોરીની ફરિયાદની તપાસમાં ગઈકાલે (બુધવારે) નવસારીના વેડછા ગામ પાસે રેલવે ટ્રેક પર તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન બીજા ટ્રેક પરથી પુર ઝડપે કાળ બનીને આવેલી કિસાન સ્પેશ્યલ ટ્રેનની અડફેટે ચઢતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હર્ષદનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ટ્રેનના ચાલકે ઘટનાની જાણકારી નવસારી રેલવે સ્ટેશને આપતા રેલવે પોલીસના અન્ય જવાનોએ ઘટના સ્થળે પહોંચી મૃતક હર્ષદ ટંડેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. RPF જવાન હર્ષદના મોતથી પરિવારે આધાર સ્તંભ ખોયો છે.
આ પણ વાંચો:નડિયાદ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે આવતા બે મહિલા સહિત એક બાળકીનું મોત
બે દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવી
RPF જવાન હર્ષદ ટંડેલને રેલવેની નોકરીમાં 16 વર્ષ થયાં હતા અને થોડા સમયમાં જ તેમની બદલી પણ થવાની હતી, પરંતુ બદલી થાય એ પૂર્વે જ ગઈકાલે (બુધવારે) હર્ષદ ટંડેલ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. હર્ષદના મોતથી તેમના બે દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને તેમની પત્નીએ પરિવારનો આધાર સ્તંભ ગુમાવ્યો છે.