ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી રેલવે સ્ટેશને ઉતાવળમાં ટ્રેનમાં ચઢવા જતા દોઢ વર્ષના પુત્ર સાથે ફસડાયેલી મહિલાને RPF જવાને બચાવી

નવસારી ગામના રેલ્વે સ્ટેશનમાં એક મહિલા ટ્રેનમાં ચઢતા સમયે પોતાના બાળકને લઈને પડી ગઈ હતી અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ હતી ત્યારે સ્ટેશન પર હાજર RPFના જવાને સમય સૂચકતા વાપરીને મહિલાને ત્યાથી ખેંચી લીધી હતી અને મહિલા અને બાળકનો બચાવ થયો હતો.

navsari
નવસારી રેલવે સ્ટેશને ઉતાવળમાં ટ્રેનમાં ચઢવા જતા દોઢ વર્ષના પુત્ર સાથે ફસડાયેલી મહિલાને RPF જવાને બચાવી

By

Published : Jul 8, 2021, 12:36 PM IST

  • મહિલા સાથે કાંખમાં દોઢ વર્ષનો પુત્ર પણ હતો
  • ટ્રેન અને ટ્રેક વચ્ચે ફસાતી મહિલાને RPF જવાને પ્લેટફોર્મ તરફ ખેંચી કાઢી બચાવી
  • પશ્ચિમ રેલવે દ્વારા જવાનની બહાદુરીને પુરસ્કૃત કરવાની કરાઈ ભલામણ


નવસારી :રામ રાખે, તેને કોણ ચાખે આ કહેવત મંગળવારે નવસારી રેલવે સ્ટેશન પર સાચી જોવા મળી હતી. નવસારીથી અંકલેશ્વર જવા નીકળેલી 22 વર્ષિય મહિલા પોતાના દોઢ વર્ષના દિકરાને કાંખમાં રાખી ચાલુ મેમુ ટ્રેન ઉતાવળે પકડવા દોડી હતી પણ ટ્રેનમાં ચઢી ન શકી અને ફસડાઈને ટ્રેન અને ટ્રેકની વચ્ચે ફસાઈ ગઈ હતી એ પૂર્વે જ પ્લેટફોર્મ પર હાજર RPF કોન્સ્ટેબલે તાત્કાલિક માતા-પુત્રને પ્લેટફોર્મ તરફ ખેંચી લેતા બંનેને નવજીવન મળ્યુ હતું. RPF જવાનની બહાદુરીથી માતા-પુત્રનો જીવ બચી ગયા હતા, પશ્ચિમ રેલવે દ્વારા જવાનને પુરસ્કૃત કરવાની ભલામણ કરવામાં આવી છે.

નવું જીવન દાન મળ્યું

નવસારી તાલુકાના ગણેશ સીસોદ્રા ગામે રહેતી રેહાના પોતાના દોઢ વર્ષના દિકરા સાથે મંગળવારે સવારે નવસારી રેલવે સ્ટેશનથી મેમુ ટ્રેનમાં અંકલેશ્વર જવા માટે નીકળી હતી. પરંતુ રેહાના નવસારી રેલવે સ્ટેશને પહોંચી, ત્યાં સુધીમાં મેમુ ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. જેથી રેહાના ઉતાવળે ઓવરબ્રિજ ઉતરીને ચાલુ મેમુમાં ચઢવા દોડી હતી. પરંતુ ત્યાં સુધીમાં ટ્રેનની ગતિ વધી જતા રેહાના ટ્રેનમાં ચઢી ન શકી અને ફસડાઈ પડી હતી. જેથી રેહાના દોઢ વર્ષના પુત્ર સાથે ટ્રેન અને ટ્રેકની વચ્ચે ફસાઈ અને અકસ્માત સર્જાવાની સ્થિતિ બની હતી, પરંતુ દુર્ઘટના બને એ પૂર્વે નવસારી રેલવે સ્ટેશને ફરજ પર હાજર RPF જવાન હર્ષદ ડામાભાઈ ટંડેલે રેહાનાનો હાથ પકડી, તેને ટ્રેક અને ટ્રેન વચ્ચે પડતા બચાવી નવજીવન આપ્યુ હતુ. જોકે ઘટનાથી હેબતાઈ ગયેલી રેહાનાને તેના પુત્ર સાથે ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં મોકલવાની વ્યવસ્થા પણ RPF દ્વારા કરવામાં આવી હતી.

નવસારી રેલવે સ્ટેશને ઉતાવળમાં ટ્રેનમાં ચઢવા જતા દોઢ વર્ષના પુત્ર સાથે ફસડાયેલી મહિલાને RPF જવાને બચાવી

આ પણ વાંચો : Bullet Train Project : સંપૂર્ણ પ્રોજેક્ટ ઇકો ફ્રેન્ડલી રહેશે, જાણો સુરતમાં બની રહેલા 'ગ્રીન સ્ટેશન' વિશે…

સમગ્ર ઘટનાનો વિડીયો RPF ના ટ્વિટર હેન્ડલ પર મુકાયો

નવસારીના RPF જવાન હર્ષદ ટંડેલ દ્વારા 22 વર્ષિય રેહાના અને તેના દોઢ વર્ષના પુત્રને બચાવવાની ઘટના નવસારી રેલવે સ્ટેશનના CCTVમાં કેદ થઈ હતી. જેને RPFના ટ્વિટર હેન્ડલ પર મુકીને RPF જવાન હર્ષદ ટંડેલની બહાદુરીની પ્રશંસા કરવામાં આવી છે. સાથે જ પશ્ચિમ રેલવે દ્વારા જવાન હર્ષદ ટંડેલને પુરસ્કૃત કરવા માટેની ભલામણ રેલવે મંત્રાલયને કરી હોવાની માહિતી મળી હતી.

આ પણ વાંચો :પોરબંદર-હાવડા ફેસ્ટિવલ વિશેષ ટ્રેનના ફ્રિક્વન્સીમાં કરવામાં આવ્યો વધારો

ABOUT THE AUTHOR

...view details