દુનિયામાં સમય બતાવતી ઘડિયાળના કાંટાઓ ડાબેથી જમણી દિશામાં ફરે છે, ત્યારે નવસારીમાં જમણેથી ડાબે ફરતા કાંટા વાળી એટલે ઉંધી ફરતી આદિવાસી ઘડિયાળ આશ્ચર્ય પમાડે છે. આદિવાસીઓની આ ઘડિયાળ પણ પ્રકૃતિના નિયમ આધારિત હોવાની અને તેના પાછળનો તર્ક પણ પ્રાકૃતિક હોવાનુ જાણવા મળે છે. પ્રકૃતિપ્રેમી આદિવાસીઓનાં મતે જે રીતે આપણી પૃથ્વી એની ધરી પર જમણેથી ડાબે ફરે છે, જે રીતે પાણીમાં થતા વમળો અને હવામાં ફુંકાતો વંટોળ પણ જમણેથી ડાબે ફરે છે. ખાસ કરીને આદિવાસીઓ જે પરંપરાગત અનાજ દળવાની બે પત્થરોની ઘંટીનો ઉપયોગ કરે છે, એ પણ જમણેથી ડાબે જ ફરતી હોય છે. જેથી આદિવાસી ઘડિયાળ જમણેથી ડાબે ફરીને સાચો સમય બતાવે છે, ત્યારે આદિવાસી ધારાસભ્યના મુખેથી જ જાણીએ શું છે? આ જગથી નોખી આ આદિવાસી ઘડિયાળનાં નિર્માણ પાછળનો તર્ક.
જાણો આદિવાસીમાં પ્રચલિત જમણેથી ડાબે ફરતી ઘડિયાળ પાછળના તર્ક વિશે... - જમણેથી ડાબે ફરતી ઉંધી ઘડિયાળ
નવસારી: કુદરતના ખોળે વસેલો આદિવાસી સમાજ આજે પણ પોતાની પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી છે. પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમાજ પ્રકૃતિમાંથી જ પ્રેરણા લે છે અને પ્રકૃતિના નિયમોને આજે પણ પાળવા માટેના પ્રયત્નો કરે છે. આધુનિકતાની દોડમાં પોતાની રુઢીગત પરંપરાઓને પુરી નિષ્ઠા સાથે વળગી રહેલા આદિવાસીઓનાં સાંસ્કૃતિક વારસાને જાણીએ. છેલ્લા થોડાક વર્ષોમાં આદિવાસીઓમાં ઝડપથી પ્રચલિત થયેલી આદિવાસી ઘડિયાળ અને તેના નિર્માણ પાછળનો તર્ક પણ કુદરત સાથે જ જોડાયેલો છે. આવો ત્યારે આદિવાસી ઘડિયાળને જાણીએ.

watch
જાણો આદિવાસીમાં પ્રચલિત જમણેથી ડાબેથી ફરતી ઘડિયાળ પાછળના તર્ક વિશે
કુદરતનાં ખોળામાં ઉછરતો આદિવાસી આજે પણ પોતાના રીત રિવાજોમાં, સારા-નરસા પ્રસંગોએ કર્ણપ્રિય એવા પોતાના પરંપરાગત જુના વાજિંત્રોનાં તાલે ઝુમીને પ્રકૃતિની મજા લુંટે છે. પોતાની ભાતીગળ પરંપરાઓથી ઓળખાતો અને જીવતો આદિવાસી સમાજ મુખ્યત્વે ખેતી પર નિર્ભર રહ્યો છે. બંધારણમાં આદિવાસીઓને વિશેષાધિકારો આપવામાં આવ્યા છે, તેમ છતા આદિવાસીઓ વૈશ્વિક આડંબરથી દુર કુદરતના ખોળે રહીને પ્રકૃતિના પૂજન અને તેની અનુભૂતિ કરીને દુનિયાથી નોખો રહ્યો છે અને પોતાની સંસ્કૃતિને અમરત્વ આપ્યું છે.