ગુજરાત

gujarat

ETV Bharat / state

Religion Conversion in Dang : ડાંગમાં ક્રિસમસથી ન્યુ યર વચ્ચે 300થી વધુ આદિવાસી પરિવારોએ હિન્દુ ધર્મમાં કરી ઘર વાપસી

કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાના મોટાભાગના આદિવાસીઓ વર્ષો અગાઉ ધર્મ પરિવર્તન(Religion Conversion in Dang) કરી ખ્રિસ્તી બન્યા હતા. જેમને ફરી હિન્દુ ધર્મમાં લાવવા માટે હિન્દુ સંગઠનો દ્વારા વારંવાર પ્રયાસો થતા રહ્યા હતા. જેમાં સુબીર તાલુકાના 70 પરિવારોએ હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી છે. આ વર્ષે ક્રિસમસથી લઈ ન્યુ યર વચ્ચે 300થી વધુ આદિવાસી પરિવારો(Tribal People in Dang) વૈદિક પરંપરા પ્રમાણે દીક્ષા લઇ હિન્દુ ધર્મમાં પરત ફર્યા છે.

Religion Conversion in Dang : ડાંગમાં ક્રિસમસથી ન્યુ યર વચ્ચે 300થી વધુ આદિવાસી પરિવારોએ હિન્દુ ધર્મમાં કરી ઘર વાપસી
Religion Conversion in Dang : ડાંગમાં ક્રિસમસથી ન્યુ યર વચ્ચે 300થી વધુ આદિવાસી પરિવારોએ હિન્દુ ધર્મમાં કરી ઘર વાપસી

By

Published : Jan 1, 2022, 10:08 AM IST

નવસારીઃ ભારતીય સંસ્કૃતિએ દરેક ધર્મને અપનાવ્યા છે. હિન્દુ વૈદિક પરંપરા સર્વ ધર્મ સમભાવ માનનારી છે. પરંતુ હિન્દુઓનું ધર્મ પરિવર્તન(Religion Conversion in Dang) કરાવવાની વટાળ પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલી આવી છે. જેમાં ગુજરાતના આદિવાસી બહુલ ડાંગ(Tribal People in Dang) જિલ્લામાં પણ વર્ષોથી હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયા છે એક અંદાજ મુજબ ડાંગમાં 40 ટકાથી વધુ આદિવાસીઓ ખ્રિસ્તી(Tribes Christians in Dang) છે.

5000થી વધુ લોકોને હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરાવી

આદિવાસી પરિવારોએ હિન્દુ ધર્મમાં કરી ઘર વાપસી

ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષોથી અગ્નિવીર હિન્દૂ ધર્મ જાગરણ સંસ્થા(Hindu Dharma Jagran Sanstha) દ્વારા જંગલ વિસ્તારમાં વસતા વનવાસી લોકોને સનાતન ધર્મ અને સંસ્કૃતિ અંગે માહિતી આપીને ભજન-કીર્તન, પૂજન અને હવન કાર્ય કરવામાં આવ્યું હતું. સાથે જ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ધર્માતરંણને લઇને વિવાદોમાં રહેતા ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 5000થી વધુ લોકોને હિન્દુ ધર્મમાં ઘરવાપસી(People in Dang Returned Home to Hinduism) કરાવી છે. 31 ડિસેમ્બર એટલે કે વર્ષના છેલ્લા દિવસે પણ સુબિર તાલુકાના પાંઢરમાળ ગામે વર્ષોથી ખ્રિસ્તી ધર્મ પાળનારા 70 પરિવારોને વૈદિક દીક્ષા આપી, હિન્દુ ધર્મ વિશેની માહિતી આપીને હવન પૂજન કરાવી ઘર વાપસી કરાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ભારતભરમાં એક જ દિવસમાં 10 કરોડ લોકો કરશે ધર્મ પરિવર્તન, દિલ્હી સરકારના પ્રધાનનો દાવો

આ પણ વાંચોઃ Religious Conversion in India : ધર્મ પરિવર્તનને મંજૂરી ન આપવી જોઈએઃ કર્ણાટક CM

ABOUT THE AUTHOR

...view details