નવસારીઃ 16/11 ના મુંબઇ આતંકી હુમલામાં પ્રથમ શહીદ થયેલા ગુજરાતની કુબેર બોટના માછીમારોમાં નવસારીના ત્રણ માછીમારો પણ હતા. જેમના પરિવારજનો સરકારી સહાય માટે 12-12 વર્ષોથી નવસારી કલેક્ટરના ધક્કા ખાઇ રહ્યા છે, છતાં તેઓ સહાયથી વંચિત રહ્યા છે. ગત ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની સહાય નવસારીના ત્રણેય શહીદ માછીમારોના પરિવારોને આપવાની જાહેરાત કરી હતી. પરંતુ 8 મહિના વીતવા છતાં હજી પણ તેમને સહાયના ચેકો ન મળતા આજે ફરી જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યપ્રધાનને વહેલી સહાય ચુકવવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
મુંબઇ પર 26/11 ના આતંકી હુમલાએ સમગ્ર દેશને ઝંઝોળી મુક્યો હતો. આતંકી અજમલ કસાબ અને તેના સાથીઓ દરિયાઇ માર્ગે મુંબઇ સુધી પહોંચ્યા હતા, જેમાં પ્રથમ તેમણે દરિયામાં માછીમારી કરતી કુબેર બોટના માછીમારોની હત્યા કરી, તેમના મૃતદેહોને દરિયામાં ફેંકી દીધો હતા. કુબેર બોટના માછીમારોમાં નવસારીના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ગામના ત્રણ માછીમારો બળવંત પ્રભુ ટંડેલ, નટુ નાનું રાઠોડ અને મુકેશ અંબુ રાઠોડ પણ શહીદ થયા હતા.
અસંવેદનશીલ સરકાર : 26/11 ના આતંકી હુમલામાં પ્રથમ શહીદ નવસારીના માછીમારોને પરિજનોના 12 વર્ષોથી સહાય માટે વલખા - Jalalpore
6/11 ના મુંબઇ આતંકી હુમલામાં પ્રથમ શહીદ થયેલા ગુજરાતની કુબેર બોટના માછીમારોમાં નવસારીના ત્રણ માછીમારો પણ સામેલ હતા. જેમના પરિવારજનો સરકારી સહાય માટે 12 વર્ષોથી નવસારી કલેક્ટરના ધક્કા ખાઇ રહ્યા છે, છતાં તેઓ સહાયથી વંચિત રહ્યા છે. જેથી રાજ્યના મુખ્યપ્રધાનને વહેલી સહાય ચુકવવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ગુજરાત કે, ભારત સરકારે આતંકીઓને હાથે પ્રથમ શહીદ થયેલા નવસારીના ત્રણેય માછીમારોને મૃત માન્યા ન હતા, જેથી એમના પરિવારોએ કોર્ટ લડાઇ લડ્યા બાદ 7 વર્ષે તેમના મૃત્યુના પ્રમાણપત્ર મેળવ્યા હતા. તેમજ ગુજરાત સરકારમાંથી યોગ્ય આર્થિક સહાયની આશા સાથે ત્રણેય માછીમારોના પરિવારોએ નવસારીની સેવા સંસ્થાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને વારંવાર રજૂઆતો કરી હતી, પણ તેમાં પણ સરકાર તરફે તેમને નિરાશા જ મળી હતી.
11 વર્ષોની લડત બાદ 10 ફેબ્રુઆરી, 2020 ના રોજ શહીદ માછીમારોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય રાજ્યની સંવેદનશીલ સરકારે કરી હતી પરંતુ તેને પણ 8 મહિના વીત્યા છે. તેમ છતાં માછીમારોના પરિવારોને 5 લાખ રૂપિયાની સહાય મળી નથી. જેથી ગુરૂવારે શહીદ માછીમાર બળવંત ટંડેલની પત્ની દમયંતીબેન ટંડેલ અને સેવાના અધ્યક્ષ કનુ સુખડીયાએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જાહેર થયેલી આર્થિક સહાય વહેલી મળેએ માટે રાજ્યના મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી. જેમાં અધિક કલેક્ટરે રેકર્ડ તપાસ્યા બાદ કાર્યવહી કરવાની કેફિયત રજૂ કરી હતી.