નવસારી: ભાઈબહેનના પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધન (Raksha Bandhan 2022 )પર નવસારી સબ જેલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈને કોઈ ગુનામાં સબજેલમાં સજા કાપી રહેલા કેદીઓ પણ આજે ઉત્સાહમાં હતાં. કારણ એમની લાડકવાયી બહેન તેમને મળવા સાથે જ રક્ષા બાંધશે. જ્યારે સામે કોરોનાના બે વર્ષ બાદ જેલમાં ભાઈના હાથે રક્ષા બાંધવાના ઉત્સાહ ઉમંગમાં નવસારી સબ જેલ (Navsari Sub Jail) પહોંચી હતી.
રક્ષાબંધન પર્વ પર જેલમાં સજા કાપી રહેલા કેદી ભાઈઓને રાખડી બાંધવા વ્યવસ્થા ગોઠવાઈ આ પણ વાંચો Raksha Bandhan 2022 વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી ભાઈઓને રાખડી બાંધવા પહોંચી બહેનો
ભાવનાત્મક મુલાકાતઅહીં (Navsari Sub Jail) ભાઈ અને બહેનની મુલાકાત ભાવનાત્મક બની હતી. બહેનોએ હર્ષ આંસુ સાથે ભાઈઓના કાંડે રાખડી (Raksha Bandhan 2022 )બાંધી, મોં મીઠુ કરાવડાવ્યું હતું. રાખડી બાંધ્યા બાદ ભાઈબહેન વચ્ચે થયેલી વાતોમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બહેનોએ ભાઈ વહેલો ઘરે આવે એવી કામના સાથે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો ધર્મશાળા બીએસએફ જવાનો સાથે જૂઓ કોણે ઉજવ્યું રક્ષાબંધન પર્વ
બહેનો ખાલી હાથે પરત ફરીકેદી ભાઈઓએ બહેનને રક્ષાબંધનના પાવન પર્વે (Raksha Bandhan 2022 ) બહેન ખાલી હાથે જાય એની લાગણીથી હૃદય ભરાઈ આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવસારી સબ જેલમાં (Navsari Sub Jail) પાકા કામના 25 સહિત કુલ 328 કેદીઓ સજા કાપી રહ્યા છે. ત્યારે આજના પવિત્ર દિવસે જેલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરી, બહેનના પ્રેમને જોઈ ભાઈનું હૃદય પરિવર્તન થાય અને સમાજમાં એક સારૂx જીવન જીવતા થાય એવી આશા પણ વ્યક્ત કરી હતી.