ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના કહેર સાથે કમોસમી વરસાદી વાતાવરણે ખેડૂતની ચિંતા વધારી

નવસારી જિલ્લાના વાતાવણમાં અચાનક પલટો આવવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો વરસાદ આવશે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવશે.

ETV BHARAT
કોરોના સાથે કમોસમી વરસાદી વાતાવરણે ખેડૂતની ચિંતા વધારી

By

Published : Mar 28, 2020, 3:09 PM IST

નવસારી: ભારતમાં કોરોનાની બીમારીને લઇને સમગ્ર દેશને લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો અને કમોસમી માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હાલ શેરડીની કાપણી સીઝન ચાલી રહી છે. આ સાથે જ ચીકુના પાકની પણ સીઝન છે, ત્યારે વરસાદી વાતાવરણ બનતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કોરોના સાથે કમોસમી વરસાદી વાતાવરણે ખેડૂતની ચિંતા વધારી

ધરતીનો તાત સારા વરસાદને લઈ આ વર્ષે ખુશ હતો, પરંતુ પાછોતરા વરસાદે તેની ખુશીને નિરાશામાં ફેરવી નાખી હતી. જો કે, તેમ છતાં સારા વરસાદને કારણે ઉનાળામાં સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા થવાની આશાએ ખેડૂત સારો પાક લણવાની આશ લગાવી બેઠો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. જેથી ખેડૂતોને ખેતીમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને મજૂરોના આરોગ્યની ચિંતા સાથે લોકડાઉનને પણ સમર્થન કરવાનો પ્રયાસ ખેડૂતો કરી રહ્યા છે. જેમાં હાલ શેરડીની કાપણી સીઝન હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, વરસાદ થશે તો કાપણીને અસર થશે અને ખેડૂતને નુકસાન વેઠવું પડશે.

શેરડીનો પાક

દક્ષિણ ગુજરાતમાં 13 સુગર ફેક્ટરીઓ હાલ કાર્યરત છે. જેમાં શેરડીનું પીલાણ ચાલી રહ્યું છે, જેના મજૂરો શેરડી કાપણીમાં જોડાયા છે. જેથી ખેડૂતોને તેમના આરોગ્યની ચિંતા સતાવી રહીં છે, પરંતુ કમોસમી વરસાદ પડશે તો શેરડીની કાપણી અટકી પડશે. આ સાથે જ કેરીનું ખરણ પણ વધવાની સંભાવના છે. આ ઉપરાંત હાલ ચીકુની પીક સીઝન છે, જેથી કોરોનાના કહેર વચ્ચે કમોસમી વરસાદી માહોલ ખેડૂતો માટે મોટી આફત નોતરે એવી સંભાવના સેવાઈ રહી છે.

ચીકુનો પાક

ABOUT THE AUTHOR

...view details